સમાચાર

‘એ કાપ્‍યો છે’ નો નાદ આજે ગુંજી ઉઠશે : મકરસંક્રાંતિપર્વનો જબ્‍બરો ઉત્‍સાહ

અમરેલી જિલ્‍લામાં મકરસંક્રાંતિપર્વનો જબ્‍બરો ઉત્‍સાહ

‘એ કાપ્‍યો છે’ નો નાદ આજે ગુંજી ઉઠશે

સવારથી સાંજ સુધી જનતા જનાર્દન અગાશી ઉપર મકરસંક્રાંતિની કરશે ઉજવણી

ઊંધીયુ, જલેબી, ચીકી, શેરડીનાં સ્‍વાદ સાથે આકાશને રંગબેરંગી પતંગોથી રંગી નાખશે

અમરેલી, તા. 13

અમરેલી જિલ્‍લામાં મકરસંક્રાંતિ પર્વને લઈને જબ્‍બરો ઉત્‍સાહ જોવા મળી રહૃાો છે. આવતી કાલ જિલ્‍લાનું આકાશ રંગબેરંગી પતંગોથી દીપી ઉઠશે અને ભભએ કાપ્‍યો છેભભ નો નાદ ગુંજી ઉઠશે.

જિલ્‍લાની પતંગપ્રેમી જનતા સવારથી જ સામુહિકરૂપે અગાશી પર ચડી જશે અને સાંજ પતંગ ચગાવવાનો આનંદ માણશે. પતંગ સાથે ઊંધીયુ, જલેબી, શેરડી, અવનવી ચીકીનાં સ્‍વાદ સાથે ઉત્‍સાહભેર મકરસંક્રાંતિ પર્વની ઉજવણી થશે.

મકરસંક્રાંતિપર્વને લઈને પતંગ, દોરી, ગોગલ્‍સની ધુમ ખરીદી થઈ રહી છે. રોજબરોજની સમસ્‍યા ભુલીને અબાલ-વૃઘ્‍ધ સૌ કોઈ મકરસંક્રાંતિની મજા લુંટવા થનગની રહૃાાં છે.

મકરસંક્રાંતિપર્વી દાન કરીને પુણ્‍ય કમાવવાનો અવસર હોવાથી ગૌ-શાળાનાં સંચાલકો ઘ્‍વારા પણ ગૌ-માતાનાં લાભાર્થે આર્થિક સહયોગ મેળવવા ઠેકઠેકાણે કાઉન્‍ટર શરૂ કરવામાં આવ્‍યા છે.

બીજી તરફ પતંગની દોરીનાં કારણે ઈજાગ્રસ્‍ત થતં પક્ષીઓની સારવાર અર્થે સેવાભાવીઓ ઘ્‍વારા હેલ્‍પલાઈન શરૂ કરવામાં આવી છે. જો કે પતંગરસીયાઓએ નિર્દોષ પક્ષીઓની કાળજી સાથે પતંગ પર્વની ઉજવણી કરવાની ફરજ નિભાવવી જરૂરી છે.

error: Content is protected !!