સમાચાર

સાવરકુંડલાને ‘‘બાયપાસ”માર્ગની સુવિધા આપવામાં ઉદાસીનતા

એક દાયકાથી રાજકીય આગેવાનો હથેળીમાં ચાંદ બતાવી રહૃાાં છે

સાવરકુંડલાને ‘‘બાયપાસ”માર્ગની સુવિધા આપવામાં ઉદાસીનતા

વિધાનસભાની વર્ષ ર01રમાં યોજાયેલ ચૂંટણીમાં નરેન્‍દ્ર મોદીએ આપેલ ખાત્રી પૂર્ણ થતી નથી

સ્‍પીડ બ્રેકરનો જશ લેવા પડાપડી કરતાં રાજકીય આગેવાનો બાયપાસ માર્ગ બનાવે તેવી માંગ ઉભી થઈ

સાવરકુંડલા, તા. 13

સાવરકુંડલા શહેરની જનતા છેલ્‍લા એક દાયકાથી ભભબાયપાસભભ માર્ગની સુવિધાની માંગ કરી છે. રાજકીય આગેવાનો છેલ્‍લા એક દાયકાથી હથેળીમાં ચાંદ બતાવી રહૃાાં છે. સ્‍પીડ બ્રેકરનો જશ લેવા પડાપડી કરતાં રાજકીય આગેવાનો ભભબાયપાસભભને લઈને સક્રીય બને તેવી માંગ શહેરીજનો કરી રહૃાા છે.

સાવરકુંડલા શહેરની વચ્‍ચેથી પિપાવવા, અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ કંપની તરફથી આવન-જાવન કરતાં મહાકાય વાહનો પસાર થતાં હોય વારંવાર ગમખ્‍વાર અકસ્‍માતથી નિર્દોષ શહેરીજનો જીંદગી ગુમાવી રહૃાાં છે.

આજથી 8 વર્ષ પહેલાં વિધાનસભાની ચૂંટણીનાં પ્રચારમાં નરેન્‍દ્ર મોદીએ સાવરકુંડલાને બાયપાસની સુવિધા આપવાની જાહેરાત કર્યા બાદ જમીન સંપાદન, ટેન્‍ડર પ્રક્રિયા અને એજન્‍સીને કામ સુપ્રત કરવામાં આવ્‍યા બાદ 8 થી 10 કિ.મી.નાંબાયપાસ માર્ગનાં બન્‍ને છેડે માર્ગ બન્‍યા બાદ છેલ્‍લા ર વર્ષથી માર્ગની કામગીરી બંધ થતાં બાયપાસ કાર્યરત થઈ શકતો નથી.

પ્રશ્‍ન એ ઉભો થયો છે કે, બાયપાસ માર્ગની વચ્‍ચેથી રેલ્‍વેલાઈન પસાર થતી હોય અને રેલ્‍વે વિભાગ ઘ્‍વારા ફાટકની મંજુરી મળતી ન હોવાથી ઓવરબ્રીજની દરખાસ્‍ત થઈ રહી છે.

બીજી તરફ માર્ગની કામગીરી કરનાર એજન્‍સી કોઈ કારણોસર ર વર્ષથી નિષ્‍ક્રીય થઈ જતાં હાલ જે માર્ગ બનેલ છે તે પણ બિસ્‍માર બનતાં થયેલ ખર્ચ પર પાણીઢોળ થઈ રહૃાું છે.

ભભબાયપાસભભને લઈને ધારાસભ્‍ય પ્રતાપ દુધાતે જણાવ્‍યું હતું કે, એજન્‍સી આર્થિક રીતે તુટી જતાં કામ બંધ થયું હોય રાજય સરકારે એજન્‍સીને બ્‍લેક લીસ્‍ટ કરીને પૂનઃ ટેન્‍ડર પ્રક્રિયા કરીને માર્ગનું કામ શરૂ કરાવવું જોઈએ.

આ અગે ચેમ્‍બર ઓફ કોમર્સનાં અગ્રણી મહેશ મશરૂએ પણ ભભબાયપાસભભ માર્ગની કામગીરી શરૂ નહી થાય તો શહેર બંધનું એલાન આપવાની ચીમકી આપી છે.

સાવરકુંડલા શહેરની એક લાખની જનતા માટે અતિ મહત્‍વનાં ગણાતા બાયપાસ માર્ગને લઈને આગામી દિવસોમાં જન આંદોલનનાં ભણકાર વાગી રહૃાાં હોય રાજય સરકાર ઘ્‍વારા આ મામલે ઝડપથી કોઈ નિર્ણય કરવામાં આવે તે જરૂરી છે.

error: Content is protected !!