સમાચાર

અમરેલી સમર્થ ક્રિકેટ એકેડમીનાં જેસલ બગડાએ બ્રોન્‍ઝ મેડલમેળવ્‍યો

સ્‍કોડા સિંગલ વિકેટ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં

અમરેલી સમર્થ ક્રિકેટ એકેડમીનાં જેસલ બગડાએ બ્રોન્‍ઝ મેડલમેળવ્‍યો

સમગ્ર જિલ્‍લાનું ગૌરવ વધારતી ઘટના

અમરેલી, તા.13

સ્‍કોડા સિંગલ વિકેટ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં અમરેલી સમર્થ ક્રિકેટ એકેડમીના જેસલ બગડાએ સમગ્ર સૌરાષ્‍ટ્રમાં બ્રોન્‍ઝ મેડલ મેળવી અમરેલીનું ગૌરવ વધાર્યું છે. અમરેલી ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પી.પી. સોજીત્રા અને કોચ મયુરભાઈ ગોરખીયાની મહેનત અને પ્રોત્‍સાહનથી અમરેલીના નાના ક્રિકેટરોને તક મળી રહી છે. આ ઉપરાંત સૌરાષ્‍ટ્રની અંડર-14 ટુર્નામેન્‍ટમાં પ્રેમ ગોરખીયા અને કેનીલ ખીમાનીની પસંદગી થતા અમરેલીના ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્‍સાહ છે. જેસલ બગડાએ સમગ્ર સૌરાષ્‍ટ્રના અઢીસોથી વધુ ક્રિકેટરો વચ્‍ચે પોતાનું સ્‍થાન મેળવી એકેડમી અને જિલ્‍લાનું ગૌરવ વધાર્યું છે. ગઈકાલે રાજકોટ ખાતે સ્‍કોડા ઈન્‍ટરનેશનલ દ્વારા ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું

error: Content is protected !!