સમાચાર

અમરેલીમાં ‘‘ધમાલગલી”એ શહેરીજનોને બાળક બનાવ્‍યા : આગેવાનો પણ વિવિધ જુની રમતો રમીને બાળપણને રંગે રંગાયા

રોટરી કલબ ઓફ અમરેલી (ગીર)નાં કાર્યક્રમને પ્રચંડ સમર્થન

અમરેલીમાં ‘‘ધમાલગલી”એ શહેરીજનોને બાળક બનાવ્‍યા

આધુનિક યુગમાં બાળકો મોબાઈલ રમતમાં વ્‍યસ્‍ત છે તેવા જ સમયે જુની રમતો રમવામાં આવી

શહેરનાં જાણીતા આગેવાનો પણ વિવિધ જુની રમતો રમીને બાળપણને રંગે રંગાયા

કાર્યક્રમને પ્રચંડ સફળતા મળતાં આગામી ર3 ફેબ્રુઆરીનાં રોજ પૂનઃ કાર્યક્રમનું આયોજન કરાયું

અમરેલી, તા. 13

રોટરી કલબ ઓફ અમરેલી (ગીર)ઘ્‍વારા અમરેલીનાં આબાલ વઘ્‍ધ માટે એક ભભધમાલ ગલીભભનું આયોજન કરવામાં આવેલ હતું.

આજના આ મોબાઈલ અને ટેકનોલોજીનાં આધુનિક યુગમાં બાળકો જયારે આપણી બાળપણની ગલીમાં રમાતી પણ વિસરાય ગયેલી રમતો જેવી કે, કોથળા દોડ, લીંબુ ચમચી, ભમરડો, લખોટી, પૈડા ફેરવવા, દોરડા કુદ, કાગળના પ્‍લેન, પતંગ, રસ્‍સાખેંચ, મીની ઠેકામણી, ઈસકી ટોપી ઉસકે સર, આંધળો પાટો, પંખી ઉડે, સંગીત ખુરશી, નારગોલ સાતોલિયુ, ઝુંબા ડાન્‍સ, એરોબિકસ વગેરે અનેક રમતોનો અમરેલીની જાહેર જનતાને અવગત કરાવવાનો રોટરી કલબ ઓફ અમરેલી (ગીર)ના ઉમદા પ્રયાસને લોકો કાયમ યાદ કરશે.

આજના સમયમાં જયારે મોટાભાગના વાલીઓની ફરિયાદ હોય જ છે કે એમના બાળકો મોબાઈલ અને ટીવીની વધુ પડતી આદત પડેલ છે. ત્‍યારે વિચારવાની વાત તો એ પણ છે કે કયાંક આપણે જ એમને એ પ્‍લોટફોર્મ પુરૂ નથી પાડી શકતા કે એ મોબાઈલ મુકીને ઘરની બહાર રમી શકે. સાપસીડી, ક્રિકેટ, બેડમિન્‍ટર જે રમતો શેરીઓમાં રમીને આપણે મોટા થયા છીએ આજે એ જ રમતો એ મોબાઈલમાં રમે છે. શેરી રમતોનો હેતુ આજના મોબાઈલ, વિડીયો ગેઈમના કાલ્‍પનીક રમતો રમતા બાળકોને એવી રમતોથી પરીચીત કરાવવાનો હતો જેને લીધી બાળકની એકાગ્રતા વધે, પોતાની મુંઝવણનો ઉકેલ પોતે શોધી શકે,આત્‍મ વિશ્‍વાસ વધે, બાળકોમાં જો નિયમીત આ રમતો રમવામાં આવે તો તેનો શારીરિક-માનસિક અને સામાજીક વિકાસ ખૂબ જ સારો થાય છે. આવા ઉમદા હેતુ સાથે ધમાલ ગલીનું આયોજન કરવામાં આવ્‍યું.

રોટરી કલબ ઓફ અમરેલી (ગીર) ઘ્‍વારા આજની પેઢીના બાળકોને આ કાર્યક્રમ મારફત બાળકોને તેમના બુઘ્‍ધિ અને શરીરનો સર્વાંગી વિકાસ થાય તે માટે આજે જયારે રોટરી કલબ ઘ્‍વારા આવી જ ભુલાયેલી રમતોને યાદ કરી ધમાલ ગલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારે મોટી સંખ્‍યામાં બાળકોથી લઈને સીનીયર સીટીજન સુધીના તમામ લોકોએ આવી રમતોનો આનંદ માણ્‍યો. સાચેજ એક પણ બાળકના હાથમાં મોબાઈલ નથી જોયો. બાળકોને તો રમવાથી મતલબ છે. બીજી રમત નથી એટલે મોબાઈલ લે છે, આપણે પણ સમય નથી આપી શકતા એટલે વાલીઓ પણ આસાનીથી મોબાઈલ આપી દે છે.

આવા સરસ વિચાર પર આયોજન કરવા માટે રોટરી કલબ ઓફ અમરેલી (ગીર)ને અમરેલીની નામી-અનામી હસ્‍તીઓ જેવી કે, ડો. કાનાબાર, પી.પી. સોજીત્રા, જે.પી. સોજીત્રા, સંજયભાઈ રામાણી, સંદિપ ધાનાણી, અમરેલી પાલિકા પ્રમુખ જયંતિભાઈ રાણવા, અમરેલી સીટી પોલીસ સ્‍ટાફ, અભયમ, 108ની ટીમ અને અન્‍ય અનેક પદાધિકારીઓનો આ ધમાલ ગલીના આયોજનમાં આજરી સાથે સહકાર મળેલ હતો.

જયાં બાળકો સાથે મોટા પણશૈશવના સ્‍મરણોમાં મશગુલ થઈ વિવિધ પ્રકારની રમત-ગમત, ઝુમ્‍બા ડાન્‍સ, ઉછળકુદ અને ખાણી-પીણીની મજા માણી, આ વિસરાઈ ગયેલી રમતો ઘ્‍વારા તેમને ફરી પાછું બાળપણ યાદ અપાવવાનો રોટરી કલબ ઓફ અમરેલી (ગીર)નો પ્રયાસ હતો.

આ પ્રોજેકટને સફળ બનાવવા રોટરી કલબ ઓફ અમરેલી (ગીર)નાં પ્રેસિડેન્‍ટ પિયુષભાઈ અજમેરા, સેક્રેટરી અંબરીશ રાજયગુરૂ, રો. નિલેશભાઈ જોષી, રો. હાર્દિક જીંજુવાડીયા અને રોટરીનાં તમામ સભ્‍યો, રોટરી ગીર, રોટરેકટ, ઈંટ્રેકટ, આરસીસી, અરલીએકટ અને ઈનર વ્‍હીલ કલબ ઓફ અમરેલી ગીર અમરેલીની જાહેર જનતાનો આભાર માને છે.

આ જ ધમાલ ગલીના જ વિષય સાથે ફરી એક વખત તા. ર3/ર/ર0ર0ને રવિવારનાં રોજ સિનિર સીટીઝન પાર્કમાં જ અમરેલીની સર્વે બાળકોથી લઈને સીનીયર સીટીજન સુધીનાને ફરી ધમાલ મચાવવા રોટરી કલબ ઓફ અમરેલી (ગીર) હાર્દિક નિમંત્રણ પાઠવે છે.

error: Content is protected !!