સમાચાર

અમરેલીમાં માર્ગોનું કામ શરૂ હોવાથી ટ્રાફિક સમસ્‍યા વિકરાળ બની : વ્‍યવસ્‍થા જરૂરી

ભીડભંજન ચોક નજીકથી પસાર થવામાં ભારે પરેશાની

અમરેલીમાં માર્ગોનું કામ શરૂ હોવાથી ટ્રાફિક સમસ્‍યા વિકરાળ બની : વ્‍યવસ્‍થા જરૂરી

આડેધડ વાહન પાર્ક થતાં હોય ટ્રાફિક પોલીસ આળશ ખંખેરે

અમરેલી, તા. 13

અમરેલી શહેરમાં મુખ્‍ય માર્ગો ઉપર કામ ચાલતું હોય તો બીજી તરફ આવતીકાલે મકરસંક્રાંતિનો તહેવાર હોય શહેરમાં ઠેર-ઠેર ટ્રાફિક સમસ્‍યાઓ સર્જાઈરહી છે. ત્‍યારે આ ટ્રાફિક અમરેલી શહેર પોલીસ               માટે માથાનો દુઃખાવો સાબિત થઈ રહેલ છે.

અમરેલી શહેરમાં છેલ્‍લા કેટલાંક સમયથી શહેરનાં મુખ્‍ય માર્ગો બનાવવાની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ આવતીકાલે મકરસંક્રાંતિનો તહેવાર હોય લોકો પતંગ, દોરા, ચીકી જેવી વસ્‍તુઓ ખરીદવા માટે નાના-મોટા વાહનો લઈનીકળે છે જેને લઈ શહેરમાં ઠેર-ઠેર ટ્રાફિક સમસ્‍યાઓ સર્જાઈ રહી છે.

અમરેલી શહેર હેડ પોસ્‍ટ ઓફીસ પાછળ ઘણા લોકો પોતાના વાહન પાર્ક કરે છે ત્‍યારે આ માર્ગ ઉપર અવાર-નવાર ટ્રાફિકજામનાં દ્રશ્‍યો સર્જાઈ રહૃાાં છે.

તો શહેરની મઘ્‍યમાં આવેલ ભીડભંજન ચોક ખાતે વાહનોની ખૂબ જ અવર-જવર રહેતી હોય અને બીજી બાજુ રોડની કામગીરીનાં કારણે સતત ટ્રાફિકજામ થતો જોવા મળી રહૃાો છે.

આમ નાના એવા શહેરમાં ટ્રાફિકની સમસ્‍યાને લઈ વૃઘ્‍ધો, બાળકો, મહિલાઓ માર્ગ ઉપર ભારે મુશ્‍કેલીઓનો સામનો કરી રહૃાાં છે.

error: Content is protected !!