સમાચાર

બગસરામાં મકરસંક્રાંતિની પૂર્વે સંઘ્‍યાએ ઝરમર વરસાદથી પાકને નુકસાન

જિલ્‍લાભરમાં વાદળછાયા વાતાવરણ સર્જાતા આશ્ચર્ય

અમરેલી, તા.13

અમરેલી જિલ્‍લામાં ભારે શિયાળો જામ્‍યો છે. ત્‍યારે ગઈકાલથી અચાનક જ વાતાવરણમાં પલટો આવી ગયો હતો. ઠંડી ગાયબ થઈ જવા પામી હતી અને આકાશમાં વાદળો છવાતા વાદળછાયું વાતાવરણ જોવા મળ્‍યું હતું. સાથે સાથે બગસરામાં સવારે ઝરમર વરસાદનાં કારણે માર્ગ પણ ભીંજાયા હતા.

આવતી કાલે મકરસંક્રાંતિનું પર્વ હોય, ત્‍યારે જ વાતાવરણમાં પલટો આવી જતાં બગસરામાં સવારે ઝરમર વરસાદ પડતાં આ કમૌસમી વરસાદના કારણે ખેતીમાં ઉભેલા શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ગત ચોમાસાદરમિયાન પણ સતત પડેલા વરસાદ બાદ કમૌસમી વરસાદે કપાસ અને     મગફળીના પાકને નુકસાન થવા પામેલ હતું. ત્‍યારે ભરશિયાળે પણ વાતાવરણમાં પલટો આવી જતા શિયાળુ પાકને પણ નુકસાન થવાની સંભાવના નકારી શકાતી નથી.

error: Content is protected !!