સમાચાર

સાવરકુંડલા ખાતે લોહાણા સમાજ દ્વારા પરિચય મેળો યોજાયો

લગ્નોત્‍સુક લોહાણા યુવક યુવતીઓનો એક પરિચય મેળાનું આયોજન શ્રી લોહાણા માહિતી કેન્‍દ્ર, પોરબંદરઅને સાવરકુંડલા લોહાણાના સહયોગથી એક અલગ અંદાજમાં કરવામાં આવેલ. જેમાં 18પ જેટલા ઉમેદવારોએ રજિસ્‍ટ્રેશન કરાવેલ અને અંદાજે 600 જેટલા લોકોએ પણ હાજરી આપેલ. આ પરિચય મેળામાં રાજકોટ, ભાવનગર, સુરત, બગસરા, દામનગર, કોડીનાર, ઉના, જૂનાગઢ એમ ગામેગામથી લોકો હાજર રહેલ હતા. રજિસ્‍ટ્રેશન કરનારા લગ્નોત્‍સુક લોકો માટે એક સરપ્રાઈઝ ગીફટ પણ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સહજ વાતાવરણમાં થયો. જે આપણા બદલાતા સામાજિક ટ્રેન્‍ડનો પરિચય આપે છે. આ પ્રસંગે પોરબંદર સ્‍થિત સુરેશભાઈ બારાઈ, હિતેશભાઈ ઉનડકટ, મનીષભાઈ થોભાણી, હરીશભાઈ પોપટ અને સાવરકુંડલાના ઘનશ્‍યામભાઈ મશરૂએ સમાજના તૂટતાં તાણાવાણાને જોડી એક નવો ઓપ આપવા સમાજના લોકોને અપીલ કરી હતી. સામાન્‍ય રીતે આજના યુગમાં યુવક યુવતીઓની પસંદ જીવનસાથી તરીકે શ્રેષ્ઠતમ રીતે સંપન્‍ન થાય તે માટે આવા પરિચય મેળા ખૂબ જ જરૂરી છે. સ્‍વસ્‍થ સમાજ સુદ્રઢ સમાજનો પાયો એકમેકનો સંપૂર્ણ વિશ્‍વાસ એ ન્‍યાયે સમાજમાં પ્રગતિ કરે તો રઘુવંશી સમાજ પ્રગતિના શિખરો સર કરશે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સારકવુંડલાના યુવાન ટીમ સાગર મશરૂ, પિયુષ માનસેતા, વેદાંત માધવાણી, જુગલ બનજારા, રવિ મશરૂ, મીત મજીઠીયાએ જહેમત ઉઠાવી હતી

error: Content is protected !!