સમાચાર

અમરેલી ખાતે કમાન્‍ડ કંટ્રોલનો શુભારંભ : 214 સીસીટીવી કેમેરાથી બાજ નજર રખાશે

જિલ્‍લામાં કાયદો અને વ્‍યવસ્‍થા વધુ મજબુત કરવાનાં ઘ્‍યેયથી

અમરેલી ખાતે કમાન્‍ડ કંટ્રોલનો શુભારંભ

જિલ્‍લાનાં પ્રવેશદ્વાર અને બહાર જતાં માર્ગ પર 214 સીસીટીવી કેમેરાથી બાજ નજર રખાશે

પોલીસ વિભાગ દ્વારા રાઉન્‍ડ ધ કલોક સીસીટીવી કેમેરાનું સુપરવીઝન કરાશે

સાયબર ક્રાઈમનો ભોગ બનનાર નાગરિકને પણ ઝડપથી મદદ કરવામાં આવશે

અમરેલી, તા. 11

અમરેલી જીલ્‍લામાં નવનિર્મિત સીસીટીઅી કમાન્‍ડ કંટ્રોલ સેન્‍ટરનો શુભારંભ તા. 11ના રોજ કરવામાં આવેલ હતો.

અમરેલી જીલ્‍લા ખાતે વિશ્‍વાસ પ્રોજેકટ અંતર્ગત અલગ-અલગ એન્‍ટ્રી તથા એકઝીટ પોઈન્‍ટ તથા મહત્‍વના સ્‍થળો પર જુદા-જુદા કુલ-3ર લોકેશનો પર કુલ-ર14 કેમેરાનું ઈન્‍સ્‍ટોલેશન કરવામાં આવેલ છે. અત્રેની એસપી કચેરી ખાતે સીસીટીવી કન્‍ટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવેલ છે. જેમાં પોલીસ ઘ્‍વારા ર4×7 સીસીટીવી કેમેરાનું સુપરવીઝન કરવામાં આવનાર છે.

આ ઉપરાંત અમરેલી જીલ્‍લા ખાતે ર્સાઈબર આશવત પ્રોજેકટ શરૂ કરવામાં આવ્‍યો છે. આ પ્રોજેકટ અત્રેના જીલ્‍લાના નાગરીકો સાથે થતાં સાયબર ક્રાઈમ જેવા કે બેન્‍ક ફ્રોડ તથા સોશીયલ મીડીયા ફ્રોડનો ત્‍વરીત નિકાલ કરવામાં આવશે અને ર્વિશ્‍વાસ પ્રોજેકટ ઘ્‍વારા ગુન્‍હા બનતા અટકાવી શકાશે તથા સાયબર આશવત પ્રોજેકટ અંતર્ગત નાગરીકોને સાયબર ક્રાઈમથી બચાવી શકાશે.

ગઈકાલતા. 11ના રોજ અમરેલી ઈન્‍ચાર્જ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની હાજરીમાં તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એસ. રાણાનાં માર્ગદર્શન હેઠળ આ નો શુભારંભ કરવામાં આવેલ છે. આ પ્રોજેકટ માટે એક પી.આઈ, 3 પીએસઆઈ, 1 એએસઆઈ તથા 9 જેટલા પોલીસ કોન્‍સ્‍ટેબલ ફરજ બજાવશે.

ઉપરોકત કામગીરીમાં પીઆઈ એસ.બી. પટેલ, પીએસઆઈ જી.જે. સોલંકી, પીએસઆઈ જે.જે. ઠાકોર, પીએસઆઈ પી.બી. ત્રિવેદી, પીએસઆઈ એ.યુ. સબીબી, પીએસઆઈ જે.એમ. કડછા તથા પીએસઆઈ ડી.સી. સાકરીયા ઘ્‍વારા કરવામાં આવેલ છે.

error: Content is protected !!