સમાચાર

એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવનાં મેનેજિંગ ડાયરેકટર તરીકે જેકોબ ફ્રિસ સોરેન્‍સેને જવાબદારી સંભાળી

મુંબઈ, તા.6

એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવ (ગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટેડ)એ જાહેરાત કરી છે કે, 1 જાન્‍યુઆરી, ર0ર0થી કંપનીનાં મેનેજિંગ ડાયરેક્‍ટરનો હોદ્‌ો  જેકોબ ફ્રિસ સોરેન્‍સેને સંભાળી લીધો છે.

સોરેન્‍સેન વર્ષ 1987થી એ પી મોલર મર્સ્‍ક ગ્રૂપ સાથે જોડાયેલા છે. તેમણે વર્ષ 1987માં ડેન્‍માર્કના કોપેનહેગેનમાં ઇન્‍ટરનલ એ પી મોલર શિપિંગ સ્‍કૂલમાં શરૂઆત કરી હતી. ત્‍યારબાદ તેમણે ગ્રૂપની અંદર ઇન્‍ડોનેશિયા, સિંગાપોર, મલેશિયા, જાપાન અને ભારતમાં મર્સ્‍ક લાઇન, મર્સ્‍ક લોજિસ્‍ટિક્‍સ અને ડેમ્‍કોમાં વિવિધ હોદ્‌ા પર કામગીરી કરી છે. શિપિંગ અને લોજિસ્‍ટિક બિઝનેસમાં એશિયાનાં વિકાસશીલ બજારોમાં સારી કામગીરી કરવાનો એમનો રેકોર્ડ એમની વિકાસની સફરનાં આગામી તબક્કામાં એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવની જવાબદારી સંભાળવા માટે આદર્શ કામગીરી બનાવે છે.

સોરેન્‍સેન બ્રિટનની હેન્‍લે મેનેજમેન્‍ટ કોલેજમાંથી એમબીએની ડિગ્રી ધરાવે છે તથા તેમણે આઇએમડી, લૂઝાન અને અમેરિકામાં પેન સ્‍ટેટ યુનિવર્સિટીમાંથી એક્‍ઝિક્‍યુટિવ મેનેજમેન્‍ટનાં કેટલાંક અભ્‍યાસક્રમો કર્યા છે. પોતાનાં નવરાશનાં સમયમાં તેઓ વિવિધ દેશોનીસફરમાં સ્‍પોર્ટ્‍સ અને ઇતિહાસનાં સંશોધનમાં રચ્‍યાંપચ્‍યાં રહે છે.

એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવ વિશે : એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવ (ગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટેડ) કન્‍ટેઇનર્સ, રો/રો (પેસેન્‍જર કાર), લિક્‍વિડ બલ્‍ક અને ડ્રાઈ બલ્‍ક કાર્ગો માટે ભારતનાં અગ્રણી ગેટવે પોર્ટમાંનું એક છે, જે ભારતનાં અંતરિયાળ વિસ્‍તાર અને ઉત્તરપશ્ચિમ વિસ્‍તારોને રોડ અને રેલ નેટવર્ક સાથે ગુજરાતનાં ગ્રાહકોને સેવા આપે છે. પોર્ટની હાલની વાર્ષિક કાર્ગો સંચાલન ક્ષમતામાં 1.3પ મિલિયન ટીઇયુ કન્‍ટેઇનર્સ, રપ0,000 પેસેન્‍જર કાર, ર મિલિયન મેટ્રિક ટન લિક્‍વિડ બલ્‍ક અને 4 મિલિયન મેટ્રિક ટન ડ્રાઈ બલ્‍ક સામેલ છે. એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવ ભારતનું પ્રથમ સરકારી ખાનગી ભાગીદારી (પીપીપી) પોર્ટ છે અને એપીએમ ટર્મિનલ્‍સનાં આંતરરાષ્ટ્રીય ટર્મિનલ નેટવર્કનો    ભાગ છે.

error: Content is protected !!