સમાચાર

લીલીયા મોટાનો આદર્શ ગ્રામ યોજનામાં સમાવેશ થતાં વિકાસની રૂપરેખા તૈયાર

સાંસદ રૂપાલાએ ગામનો વિકાસ કરવા મન બનાવ્‍યું

લીલીયા, તા.3

તાજેતરના વર્ષે કેન્‍દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલાએ લીલીયા મોટા ગામને તેમની સંસદસભ્‍ય આદર્શ યોજનામાં સમાવતા અને તે અંગેની સૂચનાઓ જિલ્‍લા સીટના અધિકારીઓને મળતા અધિકારીઓ દ્વારા વિવિધ કચેરીઓ દ્વારા લીલીયા શહેરની પ્રાથમિક માહિતી મેળવવા માટે ગ્રામ પંચાયત લીલીયા, તાલુકા પંચાયત લીલીયાના પદાધિકારીઓ સાથે બેઠક કરી સર્વે અંગેના ફોર્મમાં માહિતી એકત્ર કરેલ અને લીલીયા ગામની લોક ઉપયોગી, લોક જરૂરિયાતની ખૂટતી યોજના અંગેની નોંધ તૈયાર કરી રહયા છે.

આ અંગે તા.ર/1ના રોજ જિલ્‍લા ડી.આર.ડી.એ. કચેરીમાંથી અધિકારી ડોબરીયાની આગેવાનીમાં લીલીયા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ બાબુભાઈ ધામત, મંત્રી હિતેષ કારીયા, ટી.ડી.ઓ. રાઠોડ, નાયબ ટી.ડી.ઓ. આચાર્ય અને અન્‍ય અધિકારીઓ સાથે બેઠક કરી વિવિધ પ્રકારની માહિતીનું સંકલન કરવામાં આવ્‍યું હતું.

error: Content is protected !!