સમાચાર

બાબરામાં પાકવીમાની માંગને લઈને ધરણાનો બીજો દિવસ

બાબરા તાલુકામાં રાજય સરકાર દ્વારા પાક વીમા મુદે અન્‍યાય કરવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. તાલુકાને રાજય સરકાર દ્વારા અછતગ્રસ્‍ત જાહેર કર્યો હોવા છતાં પાક વીમો આપવામાં નહીં આવતા ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્‍યારે બાબરા તાલુકાને રાજય સરકાર દ્વારા પૂરતો પાકવીમો આપવામાં આવે તેવા હેતુ સાથે મામલતદાર કચેરીમાં દરેડ ગામના અનકભાઈ ગરૈયા નામના ખેડૂત દ્વારા પ્રતીક ધરણા ઉપવાસ શરૂ કરવામાં આવ્‍યા છે જેને તાલુકાનાખેડૂતો અને કોંગ્રેસના આગેવાનો પૂરતુ સમર્થન આપી રહયા છે. ત્‍યારે ખેડૂતના બીજા દિવસના ઉપવાસ આંદોલનને લાઠી બાબરાના ધારાસભ્‍ય દ્વારા રૂબરૂ મુલાકાત કરી ટેકો જાહેર કર્યો હતો. ધારાસભ્‍યએ રાજયની સરકાર પર આકરા પ્રહારો કરી તાલુકાને તાત્‍કાલિક અસરથી પાકવીમો ફાળવવામાંની પ્રબળ માંગ કરી હતી. બાબરા ખાતે મામલતદાર કચેરીમાં ઉપવાસી છાવણીની સાથે પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ કરકર, જસમતભાઈ ચોવટીયા, મનસુખભાઈ પલસાણા, બાવાલાલ હિરપરા, ઈકબાલભાઈ ગોગદા સહિતના નગરપાલિકાના સભ્‍યો અને સ્‍થાનિક આગેવાનો જોડાયા હતા.

 

error: Content is protected !!