સમાચાર

 કાતિલ ઠંડીને લઈને ઠેર-ઠેર તાપણા શરૂ થયા

દામનગર શહેરમાં ચાલું સપ્‍તાહ દરમ્‍યાન ઠંડીમાં વધારો થતો હોય ત્‍યારે બાળકો ને વૃઘ્‍ધોની સલામતી જરૂરી છે. હજુ પણ હવામાન ખાતા ઘ્‍વારા ઠંડીની આગાહી આપવામાં આવી રહી છે. અમરેલી જીલ્‍લામાં વધુ ઠંડી પડી રહી છે. ત્‍યારે ઠંડીથી બચવા લોકો તાપણું કરીને ઠંડીથી રક્ષણ મેળવતા નજરે પડે છે. જયારે જનતા કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહૃાાં છે. ઠેક-ઠેકાણે તાપણાઓ શરૂ થઈ ગયા છે. દામનગર શહેરમાં ઠંડીનો અનુભવ સૌ કોઈ કરી રહૃાું છે.

error: Content is protected !!