સમાચાર

અમરેલીમાં તાલીમાર્થીઓને તાલીમનાં પ્રમાણપત્રો એનાયત કરાયા

ગુજરાતરાજય સહકારી સંઘ, અમદાવાદની સહકારી શિક્ષણ, તાલીમની યોજના અન્‍વયે અમરેલી જિલ્‍લા સહકારી સંઘ દ્વારા આઠ જેટલા તાલીમ કાર્યક્રમોના 4પ0 જેટલા તાલીમી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવાનો કાર્યક્રમ આજે શ્રી બાલમુકુંદ હોલ, ગજેરાપરા, અમરેલી ખાતે ખેડૂત નેતા અને રાષ્‍ટ્રીય સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણીની ઉપસ્‍થિતિમાં તેમજ અમરેલીના સાંસદની હાજરીમાં યોજાઈ ગયો. સૌપ્રથમ કાર્યક્રમની શુભ શરૂઆતમાં ઉપસ્‍થિત મહાનુભાવોનું પુષ્‍પગુચ્‍છ અને શાલ ઓઢાડી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં દિલીપભાઈ સંઘાણી, બાવકુભાઈ ઉંઘાડ, અશ્‍વિનભાઈ સાવલીયા, મનીષભાઈ સંઘાણી, જયંતીભાઈ પાનસુરીયા, ભરતભાઈ ચકરાણી, બાલુભાઈ તંતી, મનસુખભાઈ સુખડીયા, બી.એસ. કોઠીયા, જિલ્‍લાની ચારેય ટોચની સહકારી સંસ્‍થાઓના ડિરેકટરો વિગેરે મહાનુભાવો ઉપસ્‍થિત રહયા હતા. સૌ પ્રથમ પ્રસંગોચિત વકતવ્‍યોમાં અમરેલી જિલ્‍લા સહકારી સંઘના ચેરમેન મનીષભાઈ સંઘાણીએ ઉપસ્‍થિત સૌ મહાનુભાવો, કર્મચારીઓ, યુવાનોને, મહિલાઓને આવકાર્યા હતા. તેઓએ જણાવેલ કે ટૂંકાગાળામાં જિલ્‍લા સંઘના અઘ્‍યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્‍યા બાદ કાર્યક્રમોની વિગત આપતા જણાવેલ કે અનુક્રમે (1) ક્રેડીટ કો.ઓપ. સોસાયટીના કર્મચારીઓનો તાલીમ વર્ગ બગસરા ખાતે (ર) સેવાસહકારી મંડળીઓનો તાલીમ વર્ગ, અમરેલી ખાતે (3) એમ.વી. પટેલ કન્‍યા વિદ્યાલય અમરેલીની વિદ્યાર્થીનીઓ માટે યુવક સહકારી શિક્ષણ વર્ગ (4) કે.કે. પારેખ કોમર્સ કોલેજ અમરેલીના વિદ્યાર્થીઓ માટેનો યુવક સહકારી શિક્ષણ વર્ગ (પ) યોગીજી મહારાજ મહાવિદ્યાલય, ધારીના વિદ્યાર્થીઓનો યુવક સહકારી શિક્ષણ વર્ગ (6) પ્રતાપરાય આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ અમરેલીના વિદ્યાર્થીઓ માટે યુવક સહકારી શિક્ષણ વર્ગ (7) શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલના અમરેલીની વિદ્યાર્થીનીઓનો યુવક સહકારી શિક્ષણ વર્ગ તેમજ (8) સાવરકુંડલા મુકામે તાલુકાની સેવા, દૂધ, ક્રેડીટ સોસાયટીઓના કર્મચારીઓનો સહકારી મંત્રી, મેનેજર તાલીમ વર્ગ એમ કુલ આઠ પ્રોગ્રામો 10 જેટલા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ છેલ્‍લા 6થી 7 મહિનામાં જિલ્‍લા સંઘ આયોજિત તાલીમ કાર્યક્રમોમાં તાલીમ મેળવી છે. જેનો આજે પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ છે. તેઓએ જિલ્‍લા સંઘની વિવિધ સેવાઓનો ભરપૂર ઉપયોગ કરવા અને જરૂર પડયે રૂબરૂ સંઘમાં આવી માહિતી, માર્ગદર્શન મેળવવા સૌને અપીલ કરી હતી. અશ્‍વિનભાઈ સાવલીયા ચેરમેન અમર ડેરીએ આ તકે જણાવેલ કે આપણું ગ્રામ્‍ય અર્થતંત્ર ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. જેથી સહકારી પ્રવૃતિનો કોઈ વિકલ્‍પ નથી અને સારા નેતૃત્‍વ દ્વારા સાચા અર્થમાં સમાજનો આર્થિક, સામાજિકવિકાસ કેવી રીતે સાધી શકાય તેનું દિલીપભાઈ સંઘાણીના નેતૃત્‍વમાં અમરેલી જિલ્‍લાની સહકારી પ્રવૃતિ એક ઉતમ ઉદાહરણ છે. આ પ્રસંગે પૂર્વ મંત્રી ગુજરાત રાજય બાવકુભાઈ ઉંઘાડે જણાવેલ કે ખેતી અને સહકાર સાથે આપણું ગ્રામ્‍ય જીવન જોડાયેલ છે. અને ગામડાઓ જ સાચા અર્થમાં ભારતનો આત્‍મા છે. ત્‍યારે સહકારી પ્રવૃતિ દ્વારા સમાજનો સર્વાંગી વિકાસ સાધી શકાય છે. તેઓએ મનીષભાઈના નેતૃત્‍વમાં જિલ્‍લા સંઘે ટૂંકાગાળામાં કરેલી કામગીરીને બિરદાવી હતી. વિવિધ સહકારી સંસ્‍થાઓએ પણ આ પ્રસંગે મનીષભાઈ સંઘાણીની કામગીરી બદલ તેઓનું સાલ અને પુષ્‍પગુચ્‍છથી સન્‍માન કર્યું હતું. કાર્યક્રમના અઘ્‍યક્ષસ્‍થાનેથી બોલતા દિલીપભાઈ સંઘાણીએ જણાવેલ કે હાલનું વિશ્‍વનું અર્થતંત્ર, સામાજિક, આર્થિક, રાજકીય પ્રવાહો ખૂબ ઝડપથી બદલાઈ રહયા છે. ત્‍યારે આપણે તેના પ્રવાહો પર નજર રાખી આપણા દેશની સામાજિક, આર્થિક, રાજકીય તમામ બાબતોને દિશા આપવી પડશે. તેઓએ જિલ્‍લા સંઘની કામગીરીને બિરદાવી વધુ પ્રગતિ કરવા શુભેચ્‍છા પાઠવી હતી. ત્‍યારબાદ મહાનુભાવોના વરદ હસ્‍તે પ10 જેટલા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને તાલીમ મેળવવા બદલના પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. અંતમાં સંઘના એકઝીકયુટીવ ઓફિસર ભરતભાઈ પટેલે આભારવિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરેલહતો.

error: Content is protected !!