બ્રેકીંગ ન્યુઝ

મંદી, મોંઘવારી, બેરોજગારી, મહિલા સુરક્ષા મામલે સરકાર આળસ ખંખેરે

અમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિએ કરી માંગ

મંદી, મોંઘવારી, બેરોજગારી, મહિલા સુરક્ષા મામલે સરકાર આળસ ખંખેરે

કલેકટર મારફત રાજયપાલને આવેદનપત્ર પાઠવ્‍યું

અમરેલી, તા.ર7

અમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન સોસાની આગેવાનીમાં કોંગીજનોએ કલેકટર મારફત રાજયપાલને આવેદનપત્ર પાઠવ્‍યું હતું.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, વર્તમાન કેન્‍દ્ર અને રાજય સરકારને પ્રજા વિરોધી નીતિઓ અને સામંતશાહી વિચારધારાને લીધે દિન પ્રતિદિન સામાન્‍ય લોકોની જીવનજરૂરિયાતની વસ્‍તુઓ બેફામ મોંઘી થઈ રહી છે. રાંધણગેસ,    વીજળીબીલ, પેટ્રોલ, ડિઝલ, શાકભાજી, મોબાઈલ રિચાર્જ, એસ.ટી. ભાડામાં બેફામ વધારો થઈ રહયો છે. અસહય મોંઘવારીથી સામાન્‍ય લોકોના જીવન પર વિપરીત અસર થઈ રહી છે.

વધુમાં જણાવેલ કે, આર્થિક ભીંસમાં સપડાયેલ ખેડૂતોના પાક ભારે અને કમૌસમી વરસાદને કારણે નિષ્‍ફળ ગયા છે. છતાં કેન્‍દ્ર અને રાજયની બહેરી સરકાર ખેડૂતોને પાકવીમો તેમજ અન્‍યસહાય આપવા કોઈ કાર્યવાહી કરી રહી નથી. આ ઉપરાંત ભૂમાફીયા અને વ્‍યાજખોરોનો ત્રાસ, સ્‍ત્રીઓ ઉપર અત્‍યાચાર દિવસે દિવસે વધી રહયા છે. અનેક પ્રકારની સમસ્‍યાઓથી પીડાતી પ્રજાના પ્રશ્‍નોનો તાત્‍કાલિક નિવેડો લાવવા સરકાર કાર્યવાહી કરે. વધુમાં જણાવેલ કે, કેન્‍દ્ર અને રાજયની ભાજપ સરકારના શાસનમાં ભાવ વધારાએ માઝા મૂકી છે. અસહય મોંઘવારીના કારણે ગરીબ અને મઘ્‍યમ વર્ગ માટે જીવન જીવવું દોહયલું થઈ ગયું છે. સરકાર દ્વારા યોગ્‍ય પગલાઓ દ્વારા બેફામ મોંઘવારીને કાબુમાં લેવા યોગ્‍ય કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ અંતમાં કરવામાં આવી હતી.

error: Content is protected !!