સમાચાર

બાબરામાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને પાકવીમાને લઇને આવેદનપત્ર પાઠવ્‍યુ

ઝારખંડમાં સફળતા મળતા કોંગીજનોનો ઉત્‍સાહ વધી ગયો

બાબરામાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી અને પાકવીમાને લઇને મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યુ

બાબરા, તા. ર6

બાબરામાં તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને પાક વીમો આપો તેમજ મોંઘવારી સબબ મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું હતુ. ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુમ્‍મરની આગેવાની હેઠળ અહીં મોટી સંખ્‍યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા. દેશ અને રાજયમાં લોકો કારમી મોંઘવારીના કારણે પીસાઇ રહયા છે તેમજ રાજયમાં અતિવૃષ્‍ટિના કારણે ખેડૂતોનો પાક નિષ્‍ફળ ગયો છે દુષ્‍કાળના કારણે ગત વર્ષે ખેડૂતોનો પાક નિષ્‍ફળ ગયો હતો તેમ છતા રાજયની સરકાર દ્વારા ખેડૂતોને પાક વીમો ચુકવ્‍યો નથી.

દેશમાં દરેક જીવન જરૂરીયાત ચીજ વસ્‍તુઓનો ભાવ આસમાને પહોંચ્‍યો છે દેશની જનતા ત્રાહીમામ પોકારી ગઇ છે. ત્‍યારે, રાજય અને કેન્‍દ્રની સરકારને જગાડવા કોંગ્રેસ દ્વારા જિલ્‍લા અને તાલુકા મથકે આવેદનપત્ર ધરણા અને દેખાવો કરી કાર્યક્રમો આપવામાં આવી રહયા છે ત્‍યારે બાબરામાં પણ ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુમ્‍મરની આગેવાની હેઠળ તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને તાત્‍કાલીક અસરથી પાક વીમો ચૂકવવામાં આવે તેમજ મોંઘવારીને કાબુમાં કરવામાં આવે તેવી ઉગ્ર રજુઆત સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું હતુ.

ધારાસભ્‍ય  વિરજીભાઈ ઠુમ્‍મરે જણાવ્‍યું હતુ કે રાજય અને કેન્‍દ્રની સરકાર દરેક મોરચે નિષ્‍ફળ નીવડી છે. દેશમાં કારમી મોંઘવારીના કારણે લોકો પીસાઇ રહયા છે. તેમ છતાં રાજય અને કેન્‍દ્રની સરકારનું પેટનું પાણી પણ હલતુ નથી ખેડૂતોને પાકનું પુરૂ વળતર મળતુ નથી. પાક વીમો પણ આપવામાં આવતો નથી ત્‍યારે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલી સરકારને કોંગ્રેસ દ્વારા જગાડવાના પ્રયાસ કરવામાં આવી રહયા છે. ખેડૂતોને પોતાનો હકક આપો અને દેશની જનતાને કારમી મોંઘવારીમાંથી રાહત આપો તેવી માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. તાલુકા કોંગ્રેસ દ્વારા આયોજિત આવેદનપત્રમાં પ્રમુખ જસમતભાઇ ચોવટીયા, શહેર પ્રમુખ વિનુભાઇ કરકર, જિલ્‍લા કોંગ્રેસ અગ્રણી પ્રભાતભાઇ કોઠીવાલ, બાવાલાલ હિરપરા, કિશોરભાઇ દેઠળિયા, ધીરૂભાઇ વહાણી, અનકબાપુ, ડાયાલાલ પટેલ, બાવકુભાઇ ખાચર, ઉકેસભાઇ શિયાણી, ઇકબાલભાઇ ગોગદા, મુકેશભાઇ ભાલીયા સહિતના મોટી સંખ્‍યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહયા હતા.

error: Content is protected !!