સમાચાર

સાતલી યોજના રદ કરાતાંખેડૂતોમાં નારાજગી

બાબાપુર ગામ નજીક 700 કરોડ રૂપિયાનાં ખર્ચે સાતલી જળાશય બનાવવાનો નિર્ણય કરાયો હતો

સાતલી યોજના રદ કરાતાંખેડૂતોમાં નારાજગી

રાજય સરકાર સાતલી સિંચાઈ યોજના પૂર્વવત નહી કરે તો 30 ગામોનાં ખેડૂતોની આંદોલનની ચીમકી

વિધાનસભા વિપક્ષી નેતા પરેશ ધાનાણી અને ધારાસભ્‍ય કાકડીયાની ઉપસ્‍થિતિમાં બેઠક યોજાઈ

ગાંધીનગર, તા. ર4

અમરેલી જિલ્‍લાની ખૂબ જ મહત્‍વની કહી શકાય તેવી સાતલી સિંચાઈ યોજના સરકારે તા. 8/8/ર01રના રોજ મંજૂર કરી રૂા. 319.76 કરોડની વહીવટી મંજૂરી આપેલ. વર્ષ ર013માં નવો જમીન સંપાદન કાયદો અમલમાં આવતા યોજનાની સુધારેલી દરખાસ્‍તને સરકારે તા. 4/10/ર017થી મંજૂર કરી રૂા. 713.08 કરોડની વહીવટી મંજૂરી આપેલ. ફરી સરકારના તા. ર6/1ર/ર016ના પત્રથી સુધારેલ વહીવટી મંજૂરીની દરખાસ્‍તને 1100 કરોડની રકમ મંજૂર કરી સિઘ્‍ધાંતીક મંજૂરી આપેલ. આ યોજનામાં સંપાદિત થનાર 98પ હેકટર જમીન ખાનગી ખેડૂત ખાતેદારો આપવા સંમત થયેલ પરંતુ જમીન સંપાદન અધિકારીના વાંકે અને જમીન સંપાદન નહીં થવાના કારણે આજદિન સુધી સાતલી સિંચાઈ યોજના માત્ર કાગળ ઉપર રહેલ છે. સાતલી સિંચાઈ યોજનાના સમર્થનમાં સાતલી યોજના બચાવો અભિયાનની રચના થઈ અને આજરોજ આ બિનરાજકીય સમિતિના નેજા હેઠળ 3પ ગામના આગેવાનોએ અમરેલીના બાબાપુર રોડ ખાતે ચોકડી પાસે પ્રતીક ધરણા કર્યા હતા. આ પ્રતીક ધરણામાં મોટી સંખ્‍યામાં ગ્રામજનો,આગેવાનો ઉમટી પડયા હતા.

આ પ્રતીક ધરણામાં લોકોને સંબોધતાં વિધાનસભા વિરોધપક્ષનાં નેતાએ જણાવ્‍યું હતું કે, હું જાહેર જીવનમાં આવ્‍યો અને આ વિસ્‍તારના ધારાસભ્‍ય તરીકે ચૂંટાયો ત્‍યારથી સાતલી સિંચાઈ યોજના અંગે દરેક વિધાનસભા સત્રમાં પ્રશ્‍ન ઉઠાવતો આવ્‍યો છું. આ અંગે મેં કયારેય જશ લેવાનો પ્રયત્‍ન પણ કર્યો નથી કે કયારેય કોઈની ટીકા પણ કરી નથી. આપણા સહુના અનેક પ્રયત્‍નો છતાં આજદિન સુધી સાતલી સિંચાઈ યોજના કાગળ ઉપરથી જમીન ઉપર નથી ઉતરી શકે તે કડવી વાસ્‍તવિકતા છે. જો સાતલી સિંચાઈ યોજના બનશે તો વિસ્‍તારના 3પ ગામોનું સપનું સાકાર થશે. નવી પેઢી જે ખેતી છોડી પેટનો ખાડો પુરવા અમદાવાદ-સુરત ખાતે સ્‍થળાંતર કર્યુ છે તે પાછા વળશે અને ત્રણેય સિઝનની ખેતી લેશે અને પગભર થશે.

વિરોધપક્ષના નેતાએ જણાવ્‍યું હતું કે, ઠેબી ડેમ કરતાં છ ગણું વધુ પાણી સાતલી યોજનામાં સંગ્રહ થનાર છે. ઠેબી કરતાં છ ગણી મોટી યોજનાને રૂા. 713 કરોડની સૈઘ્‍ધાંતિક મંજૂરી મળી ગઈ તેનો આનંદ હતો. આ યોજના જમીન તરફ આગળ વધવા જઈ રહી હતી તેનો આનંદ હતો. છએક મહિના અગાઉ મેં રાજયના મુખ્‍યમંત્રીને પત્ર લખી સાતલી યોજના માટે ગંભીરતાપૂર્વક વિચારણા કરી, મહેસુલ વિભાગના પરામર્શમાં રહીને તુરત જ અમરેલી જિલ્‍લાના નાયબ કલેકટરનેજમીન સંપાદનની કામગીરી સોંપવા અને યોજનાના કામે સંપાદન કરવાની થતી 9ઠપ હેકટર જમીન સંપાદનની કાર્યવાહી સમયમર્યાદામાં પૂર્ણ કરી આ યોજના વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા વિનંતી કરી હતી. તાજેતરના વિધાનસભાના સત્ર દરમ્‍યાન ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમરનો સાતલી સિંચાઈ યોજના માટે જમીન સંપાદન અધિકારીની નિમણૂંક અંગેનો પ્રશ્‍ન અગ્રતાક્રમે હતો. જેના સાચા જવાબ ઉપર સરકારે ટીકડી ચોંટાડી રૂપિયા સાતસો કરોડનો વધુ ખર્ચ થતો હોઈ યોજના મુલત્‍વી રાખવામાં આવી છે તેવું જણાવેલ. આમ સરકારે સાતલી સિંચાઈ યોજના ઓચિંતાની અને કોઈપણ જાતના પરામર્શ વગર રાજકીય કિન્‍નાખોરી રાખી રદ કરેલ છે. આ યોજનાને રાજકીય સ્‍વરૂપ આપીને ખોટી રીતે સરકારે અભેરાઈએ ચઢાવી દીધેલ હોઈ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ધારાસભ્‍ય તરીકે નહીં પરંતુ એક ખેડૂતના દીકરા તરીકે 3પ ગામના ખાતેદાર ખેડૂતોને ન્‍યાય અપાવવા માટે સાતલી યોજના બચાવો અભિયાનનાં મંડાણ કરેલ છે.

વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, સાતલી સિંચાઈ યોજનાની અમલવારી માટે આપણે સહુએ સામુહિક રીતે સરકારને જગાડવી પડશે. આપણે સહુએ સાથે મળી ગાંધી ચિંઘ્‍યા માર્ગે, અહિંસાના માર્ગે આંદોલન કરવા પડશે. આપણે સહુ એક થઈશું, નેક થઈશું તો સાતલીનું આપણાસહુનું સપનું સાકાર થશે અને જો આપણું સપનું સાકાર થશે તો આપણો આ યજ્ઞ સફળ થશે. દરેક ગામમાંથી રાજકીય, સામાજીક બેલેન્‍સ થાય તેવી સાતલી બચાવો સમિતિ અંતર્ગત બિનરાજકીય રીતે આંદોલન આગળ ધપાવીએ. જો રાજકીય કિન્‍નાખોરી રાખી આ સરકારે યોજનાને અભેરાઈએ ચઢવાી દીધી હશે તો સાતલી યોજના માટે સરકાર બદલવી પડશે તો બદલવા પણ આ સમિતિએ જાહેરમાં પડકાર ફેંકેલ છે.

error: Content is protected !!