સમાચાર

રાજુલાનાં યુવા ધારાસભ્‍ય અંબરીશ ડેરનાં જન્‍મદિને સેવાકાર્યો

રાજુલા, જાફરાબાદ, ખાંભાનાં યુવા ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેરનાં જન્‍મ દિવસે આ વિસ્‍તારનાં દરેક નાગરીકો, યુવાનો, વડીલો ઘ્‍વારા તેઓને શુભકામનાનો ધોધ વરસી રહૃાો છે. રાજુલા સરકારી હોસ્‍પિટલમાં દરેક દર્દીને ફ્રૂટ પેકેટ વિતરણ તેમજ રાજુલા શહેરમાં જુદા જુદા વિસ્‍તારમાં રહેતા જરૂરીયાતમંદ લોકોને શિયાળાની મૌસમ હોવાથી ધાબળાનું પણ વિતરણ કરેલ. તેમાં રાજુલાવિધાનસભા તેમજ રાજુલા શહેર કોંગ્રેસ પરિવારનાં તમામ આગેવાનો જોડાયેલ. તેવી જ રીતે રાજુલાનાં કથીવદર તેમજ વિકટર ગામે પણ વિટકર પ્રાથમિક શાળાનાં બાળકોને લાયન નેચર ફાઉન્‍ડેશનના ખજાનચી આતાભાઈ વાઘ, નવ વિભાગ વતી મંગાભાઈ ધાપા, કોંગ્રેસ પરિવારનાં વિષ્‍ણુભાઈ શિયાળ, ભગુભાઈ વાજા, વિરાભાઈ વાઘ, દિલાવર ગાહા, પીન્‍ટુભાઈ બાંભણીયા, તનવીરભાઈ ગાહા, મધુભાઈ સહિતનાં કોંગ્રેસી કાર્યકરોએ ચકલીનાં માળાનું વિતરણ કરેલ. આવી રીતે ઠેકઠેકાણે જુદી જુદી રીતે પોતાના ધારાસભ્‍યના જન્‍મદિવસની ઉજવણી કરેલ. આ ધારાસભ્‍ય ઘ્‍વારા છેલ્‍લા બે વર્ષથી દરેક સમાજને સાથે રાખી દરેકના સુખ-દુઃખના સાથી બની નાનામાં નાના માણસની હંમેશા ચિંતા કરનાર હોંશિલા પરોપકારી જીવન જીવનાર કંઈક કરી છુંટવાની ભાવના રાખનાર માનવતાવાદી ધારાસભ્‍યને દરેક સમાજના માણસો તેમજ તેમના શુભ ચિંતકો રૂબરૂ તેમજ ટેલીફોનીક તેમજ વોટસેપ, ટવીટર, ઈન્‍સ્‍ટાગ્રા તેમજ ફેસબુક પર આજ સવારથી જ ઢેર સારી જન્‍મદિવસની શુભકામના પાઠવી રહૃાાં છે.

error: Content is protected !!