સમાચાર

લીલીયા મોટા ખાતે ઉમિયા માતાજી મંદિરનાં રજત જયંતી મહોત્‍સવને લઈને કડવા પાટીદાર સમાજની બેઠક યોજાઈ

ઉમીયા માતાજી મંદિર લીલીયા મોટા ખાતે અમરેલી જિલ્‍લાના કડવા પાટીદાર સમાજની મિટીંગ મળી. જેમાં રજત જયંતી મહોત્‍સવની ઉજવણી ભવ્‍ય રીતે કરવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવેલ. પ્રાસંગિક ઉદબોધન ઉમીયા માતાજી મંદિરના પ્રમુખ બાબુભાઈ ધામતે રપમો પાટોત્‍સવને રજત જયંતી વર્ષ તરીકે ઉજવવા સર્વોને આહવાન કરેલ. ત્‍યારબાદ ઉમીયા માતાજી મંદિર સીદસરના સૌરાષ્‍ટ્ર પ્રાંતના કન્‍વીનર વજુભાઈ ગોલે આગામી કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી સમાજ સમક્ષ મૂકવામાં આવી અને એકી અવાજે સર્વો સમાજે સહર્ષ સ્‍વીકારી મહોત્‍સવના મુખય યજમાન (સ્‍પોન્‍સર) તરીકે લીલીયાના વતની સ્‍વ. શંભુભાઈ ધામતના પુત્ર વિનુભાઈ,ધનજીભાઈ, મુકેશભાઈ, સંજયભાઈએ રૂા. 11,11,111ની રકમનું માતબર દાન આપી યજમાન પદ સ્‍વીકારેલ. ત્‍યારબાદ 11 કુંડી યજ્ઞના મુખ્‍ય કુંડના યજમાન પદે અમરેલીના અનીલભાઈ ગોવિંદભાઈ મેતલીયા (પાટીદાર ગૃપ) તરફથી રૂા. 6.7પ લાખની માતબર દાન આપી યજ્ઞના મુખ્‍ય યજમાન પદ પ્રાપ્‍ત કરેલ. આ સાથે લીલીયા મંદિર ટ્રસ્‍ટમાં 3પ જેટલા ટ્રસ્‍ટીઓનું દાન પણ નોંધવામાં આવેલ. સુરત, મુંબઈ, અમદાવાદ, રાજકોટ, નાસીક, મોરબી સમાજના ઉદ્યોગપતિઓની ખાસ ઉપસ્‍થિત રહેલ હતા. આ મિટીંગને સફળ બનાવવા અમરેલી જિલ્‍લા ઉમીયા પરિવાર સમિતિના સભ્‍યોએ જહેમત ઉઠાવેલ. આ મિટીંગમાં ઉમીયા માતાજી મંદિર, સીદસરના પ્રમુખ જેરામભાઈ વાસજાળીયા, પૂર્વ ધારાસભ્‍ય ઠાકરશીભાઈ મેતલીયા, વિશ્‍વ ઉમીયા ફાઉન્‍ડેશનના ઉપપ્રમુખ ડી.એન. ગોલ, સૌરાષ્‍ટ્રના સંગઠન પ્રમુખ વજુભાઈ ગોલ, વિશ્‍વ ઉમીયા ફાઉન્‍ડેશનના ટ્રસ્‍ટી અનીલભાઈ મેતલીયા સીદસર મંદિર ટ્રસ્‍ટી જયવંતભાઈ ફીણાવા સર્વો આગેવાનો અને સમાજે મહોત્‍સવના કન્‍વીનર તરીકે વજુભાઈ ગોલને જવાબદારી સોંપવામાં આવી અને વજુભાઈ ગોલ દ્વારા ઉમીયા માતાજીના ચરણોમાં આ મહોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવા સંકલ્‍પ લેવડાવવામાં આવેલ. આ આયોજન માટે લીલીયા કડવા પટેલ સમાજના પ્રમુખ બાબુભાઈ ધામત, ટ્રસ્‍ટી મનસુખભાઈ ગાંગડીયા, ગોબરભાઈ ધામત, ભુરાભાઈશેખલીયા, વશરામભાઈ ધામત, ઉકાભાઈ શીળોજા, પ્રવીણભાઈ શેખલીયા, બટુકભાઈ     સોળીયા, ભગવાનભાઈ શેખલીયા, બાબુભાઈ મોહનભાઈ ધામત, માધાભાઈ પૈજા, મનુભાઈ ધામત, લાલજીભાઈ શેખલીયા લીલીયાના સમસ્‍ત કડવા પાટીદાર આગેવાનો અને યુવા કાર્યકર્તા ભરતભાઈ શેખલીયા ઉમા મંડળના તમામ સદસ્‍યો સૌનો આભાર વ્‍યકત કરેલ.

error: Content is protected !!