બ્રેકીંગ ન્યુઝ

જાળીયા ગામે લલિયા પરિવાર અને મુછીયા પરિવારનાં લગ્નમાં કોમી એકતાનાં દર્શન

ધારી તાલુકાના જર ગામે આપાગીગા પરિવારના અને પત્રકાર ટીનુભાઈ લલિયાના ભત્રીજાના લગ્ન સમારંભમાં સતાધારના મહંત વિજય બાપુ સાવરકુંડલા માનવ મંદિરથી ભકિત બાપુ તેમજ નેસડીખોડીયાર મંદિરના લવજીબાપુ સહિતના સૌરાષ્‍ટ્ર અને અમરેલી જિલ્‍લાની આસપાસના જગ્‍યાના મહંતો અને મહાનુભાવોની હાજરીમાં આ લગ્ન યોજાયા. સંતોનું સન્‍માન કરવામાં આવ્‍યું એમ કહેવાય છે કે મોરના ઈંડાને ચીતરવા ના પડે ત્‍યારે દાઉદભાઈ લલિયાનો પરિવાર હંમેશા સંત પ્રેમી રહયો છે અને વર્ષોથી આ પરિવારમાં યોજાતા તમામ પ્રસંગોએ સંતોની હાજરી હોય જ છે. આ ઉપરાંત રાજસ્‍વી પુરૂષો અને સામાજિક કાર્યકરો વિશાળ સંખ્‍યામાં હાજરી જોવા મળતી હોય છે. ત્‍યારે સામે પક્ષે અમરેલી તાલુકાના જાળીયા ગામે કન્‍યાપક્ષ પણ એટલા જ ધાર્મિક અને આદરભાવથી સંતોનું સન્‍માન અને સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. જર ગામથી જાળીયા ગામે આવેલ લલિયા પરિવારની જાજરમાન જાનમાં નીકળેલા વરઘોડામાં સંતોનો રથ સૌથી પહેલો રાખવામાં આવ્‍યો હતો. જે એક નોંધપાત્ર બાબત કહી શકાય. આ ઉપરાંત આ પ્રસંગે આ નિકાહ પ્રસંગે સંતોએ વરરાજા તોફીક અને નવોઢા પીનલબાનું સંતોએ આશિર્વાદ આપી લલિયા પરિવાર અને મુછીયા પરિવારના નિકાહ પ્રસંગે કોમી એકતાના નોંધપાત્ર દર્શન થયા છે.

 

error: Content is protected !!