સમાચાર

નાના ભૂલકાઓ, યુવાઓ બની ગયા છતાં માર્ગ બન્‍યો નહીં : દાતરડી ખાતે ગામજનોએ કર્યો ચક્કાજામ

નાના ભૂલકાઓ, યુવાઓ બની ગયા છતાં માર્ગ બન્‍યો નહીં

દાતરડી ખાતે ગામજનોએ કર્યો ચક્કાજામ

વેરાવળ-રાજુલા-ભાવનગર માર્ગ વર્ષોથી બની રહૃાો હોય કાર્ય પૂરૂ થતું જ નથી

વાયબ્રન્‍ટ અને ગતિશીલ ગુજરાતમાં વિકાસ કાર્યોની ગતિ ગોકળ ગાયને પણ શરમ આવે તેવી છે

અમરેલી, તા.1ર

આજથી 1ર વર્ષ પહેલા વેરાવળ, રાજુલા, ભાવનગર વચ્‍ચેનાં માર્ગને પહોળો કરવાની મંજૂરી મળ્‍યા બાદ કામગીરી શરૂ થઈ છે. જે હજુ સુધી પૂર્ણ ન થતાં માર્ગમાં આવતા ગામજનો અને વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ચૂકયા છે.

આજે રાજુલાના દાતરડી ગામજનોએ માર્ગની સમસ્‍યાને લઈને માર્ગ પર ચકકાજામ કરતાં વાહન વ્‍યવહાર ઠપ્‍પ થઈ જતાં ડુંગર પોલીસે બનાવના સ્‍થળે દોડી જઈ મહા મુસીબતે માર્ગ શરૂ કરાવ્‍યો હતો.

ગામજનોએ રોષ વ્‍યકત કરતાં જણાવ્‍યું હતું કે ઘણા દિવસોથી માર્ગમાંથી ઉડતી ધૂળનાં કારણે આરોગ્‍ય પર ખતરો ઉભો થયો છે. વારંવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતાં પણ તંત્ર દ્વારા સમસ્‍યાનું નિરાકરણ કરવામાં આવતું નથી.

જો કે મામલતદારે આજે યોગ્‍ય કરવાની ખાત્રી આપતાં ગામજનોનો રોષ શાંત થયો હતો. ડુંગરના પી.એસ.આઈ. નિરવ સોલંકી અને સ્‍ટાફે પણ ગામજનોને સમજાવ્‍યા હતા.

 

error: Content is protected !!