સમાચાર

સાવરકુંડલા મામલતદાર કચેરીનાં મહેસૂલ કર્મચારીઓ અચોક્કસ મુદ્યતની હડતાલ પર

સાવરકુંડલા, તા.11

જાણવા મળતી વિગત મુજબ સાવરકુંડલા મામલતદાર કચેરીના મહેસુલ વિભાગના કર્મચારીઓ રેવન્‍યુ તલાટી સંવર્ગને મહેસુલમાંથી રદ કરવા કલાર્ક સર્વના કર્મચારીને મૂળ મહેકમના જિલ્‍લામાં મૂકવાના મામ.થી મામલતદારની સિનિયોરીટી યાદી તૈયાર કરવા, કલાર્ક કેડરના કર્મચારીને તાત્‍કાલિક ધોરણે નાયબ મામલતદારના પ્રમોશન આપવા, જિલ્‍લા ફેરબદલીના કેમ્‍પનું આયોજન કરવા, જે-તે કર્મચારીના સી.સી.સી. પાસ કર્યાની પહેલાની બિનપગારી નોકરી ગણી તે સમયગાળાને સિનિયોરીટીનું યોગ્‍ય સ્‍થાન ગણવા, ફિકસ પગારના કર્મચારીને નેશનલ ઈજાફા આપવા, સાતમાં પગાર પંચ મુજબ બાકી રહેલ ભથ્‍થા જેવા કે એચ.આર.એ. મેડિકલ ભથ્‍થા ચૂકવવા બાબત ફિકસ પગારની નીતિ રદ કરવાના હાઈકોર્ટના ચુકાદા સામે દાખલ કરેલ પિટિશન રદ કરવા બાબત જેવા 17 મુદા સાથે સાવરકુંડલા મામલતદાર કચેરી મહેકમના કર્મચારી અચોકકસ મુદત માટે હડતાલ પર ગયેલ છે. જયારે આ સતર મુદામાંથી એક પણ મુદા દ્વારા સરકારી તિજોરીને કે સરકારને આર્થિક નુકસાન થતું નથી ત્‍યારે આ સામાન્‍ય મુદા માટે આજે મહેકમ શાખાના કર્મચારીઓ દ્વારા ગાંધી ચિંઘ્‍યા માર્ગે ચાલવાની ફરજ પડી છે ત્‍યારે સાવરકુંડલા મામલતદાર કચેરીમાં ચાલતા મહેકમના તેમજ અન્‍ય કામગીરી ખોરવાઈ છે ત્‍યારે ઉપરોકત બાબતે સરકાર તેમજ મામલતદાર કચેરી દ્વારા ઉપરી અધિકારીને રજૂઆત કરી યોગ્‍ય નિર્ણય લઈ ઘટતું કરે તેવી દરેક કર્મચારીની માંગ છે. જેથી કરીને લોકોને મળતી મહેકમ વિભાગની સેવા પૂર્વ કાર્યરત થઈ શકે.

error: Content is protected !!