સમાચાર

અમરેલીમાં યુવક સહકારી શિક્ષણવર્ગનો સેમિનાર યોજાયો

ગુજરાત રાજય સહકારી સંઘ, અમદાવાદની સહકારી શિક્ષણ યોજના અન્‍વયે અમરેલી જિલ્‍લા સહકારી સંઘ અમરેલીના ઉપક્રમે શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ અમરેલી ખાતે અમરેલી જિલલા સહકારી સંઘના ચેરમેન મનીષભાઈ સંઘાણી, અમરેલી લાયન્‍સ કલબ પ્રમુખ ભરતભાઈ ચકરાણી, અમરેલી જિલ્‍લા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન જયંતીભાઈ પાનસુરીયા, નારણભાઈ ડોબરીયા, કન્‍યા છાત્રાલય અમરેલીના ઉપપ્રમુખ જિલ્‍લા સંઘના ડિરેકટરો બાબભાઈ હીરપરા, સુનીલભાઈ સંઘાણી, સંકુલના હોદેદારો ચતુરભાઈ ખુંટ, મગનભાઈ વસોયા વિગેરે મહાનુભાવોની હાજરીમાં છ દિવસીય યુવક સહકારી શિક્ષણવર્ગ ઉદઘાટન કાર્યક્રમ યોજાઈ ગયેલ છે. સૌ પ્રથમ સંકુલના હોસ્‍ટેલ ડાયરેકટર રામાણીએ સ્‍વાગત પ્રવચન કરી કાર્યક્રમની શુભ શરૂઆતકરેલ ત્‍યારબાદ જિલ્‍લા સંઘના ચેરમેન મનીષભાઈ સંઘાણી અને મહાનુભાવોના હસ્‍તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્‍લો મૂકવામાં આવેલ. ત્‍યારબાદ સંસ્‍થા દ્વારા ઉપસ્‍થિત મહાનુભાવોનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરવામાં આવેલ હતું. પ્રસંગોચિત વકતવ્‍યોમાં સૌ પ્રથમ ભરતભાઈ ચકરાણીએ જિલ્‍લા સંઘ દ્વારા થતા આવા કાર્યક્રમોનું મહત્‍વ સમજાવી વિદ્યાર્થીની બહેનોને આનો પૂરતો લાભ લેવા અનુરોધ કરેલ હતો. ત્‍યારબાદ જયંતીભાઈ પાનસુરીયાએ પોતાના વકતવ્‍યમાં જણાવેલ કે અમરેલી જિલ્‍લામાં રાષ્‍ટ્રીય સહકારી આગેવાન અને ખેડૂત નેતા દિલીપભાઈ સંઘાણીના નેતૃત્‍વમાં સહકારી માળખાને અમરેલીની સહકારી પ્રવૃતિની નોંધ લેવાય છે અને અન્‍ય રાજયોમાંથી આપણા જિલ્‍લાની પ્રવૃતિ વિશે જાણવા અને જોવા માટે અવારનવાર પ્રતિનિધિ મંડળો, ખેડૂતો અને આગેવાનો અમરેલીની મુલાકાતે આવે છે. જે આપણે માટે ગૌરવની બાબત છે. તેઓએ વિદ્યાર્થીની બહેનોને સહકારી માળખાની અગત્‍યતા બાબતે વિગતવાર માહિતી માર્ગદર્શન આપેલ હતા. અઘ્‍યક્ષસ્‍થાનેથી બોલતા જિલ્‍લા સંઘના ચેરમેન મનીષભાઈ સંઘાણીએ જણાવેલ કે સહકારી ભાવના તો માણસજાત સાથે આદિકાળથી સંકળાયેલ છે. તેઓએ હાલમાં ભારતના ત્રિસ્‍તરીય સહકારી માળખાની અને વિવિધ પ્રકારની સહકારી મંડળીઓ વિશે વિગતવાર માહિતી આપેલ હતી. રોજગારલક્ષીઅભ્‍યાસક્રમો વિશે પણ તેઓએ વિદ્યાર્થીઓને માહિતી આપતા જણાવેલ કે ભવિષ્‍યમાં સારી કારકિર્દી બનાવવાનો ખૂબ સારો અવસર વિવિધ ડિગ્રી અને ડિપ્‍લોમા કોર્ષીશ કે જે સહકારી માળખામાં થાય છે. તેના દ્વારા ખૂબ સારી કારકિર્દી બનાવી શકાય છે. આ તાલીમ વર્ગ તેનું પ્રથમ પગથિયું છે. તેઓએ જિલ્‍લા સંઘની વિવિધ કામગીરી બાબતે માહિતી આપી જિલ્‍લા સંઘ દ્વારા મળતી સેવાઓનો લાભ લેવા સૌને અનુરોધ કર્યો છે. અંતમાં સંકુલના વહીવટકર્તા મનસુખભાઈ ધાનાણીએ પોતાની આગવી શૈલીમાં કાર્યક્રમની આભારવિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરેલ હતો. કાર્યક્રમને સફળ બનાવવામાં કોલેજના પ્રિન્‍સિપાલ દિપકભાઈ વ્‍યાસ અને અઘ્‍યાપિકા ઉર્મિલામેડમે ખૂબ જ જહેમત ઉઠાવી હતી. 61 જેટલી બહેનોએ આ તાલીમ વર્ગમાં ભાગ લીધેલ છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્‍લા સહકારી સંઘના સી.ઈ.આઈ. સંદિપભાઈ ઠાકર દ્વારા કરવામાં આવ્‍યું.

error: Content is protected !!