સમાચાર

મોટા મુંજીયાસરમાં દીપડાએ પ્રૌઢ ખેડૂતને ફાડી ખાધા

ગીરકાંઠાનાં ગામોમાં દીપડાઓનો હાહાકાર યથાવત

મોટા મુંજીયાસરમાં દીપડાએ પ્રૌઢ ખેડૂતને ફાડી ખાધા

થોડા જ દિવસોમાં દીપડાનાં હુમલાની બીજી ઘટના બનતા સમગ્ર પંથકનાં ખેડૂતો ભયભીત

વનવિભાગની નિષ્‍ક્રીયતાનો ભોગ નિર્દોષ ખેડૂતો અને ગામજનો બની રહૃાાં છે

બગસરા, તા. પ

બગસરા તાલુકાનાં મોટા મુંજીયાસરમાં વૃઘ્‍ધ ખેડૂતને દીપડાએ ફાડી ખાતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ બગસરા તાલુકાના મોટા મુંજીયાસરમાં વાડીમાં રાત્રીનાં પાણી વાળી રહેલા વજુભાઈ ધનજીભાઈ બોરડ (ઉં.વ. 44) ઉપર હુમલો કરીને દીપડાએ વજુભાઈનું ધડ અને માથુ અલગ કરી નાખ્‍યા હતા.

દીપડાએ હુમલો કરી મોતને ઘાટ ઉતારતા ખળભળાટ મચી ગયો છે અને પરિવારમાં ઘેરો શકો છવાયો છે.

મોટા મુંજીયાસરમાં છેલ્‍લા થોડા દિવસોમાં દીપડાએ બીજી વ્‍યકિત ઉપર હુમલો કરીને મોતને ઘાટ ઉતારતા ભારે રોષ ફેલાયો છે. વન વિભાગની ટીમ તાત્‍કાલીક દીપડાને ઝડપી લે તેવી માંગ ઉઠી છે.

error: Content is protected !!