સમાચાર

અમરેલી-કુંકાવાવ માર્ગ પર અકસ્‍માતમાં 3 વ્‍યકિતનાં મોત

મોબાઈલનાં યુવા વેપારી પત્‍નિ અને બાળક સાથે કારમાં પસાર થતાં હોય

અમરેલી-કુંકાવાવ માર્ગ પર અકસ્‍માતમાં 3 વ્‍યકિતનાં મોત

ગણતરીની મિનિટોમાં પતિ, પત્‍નિ અને 8 માસનાં બાળકનું મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી

બનાવની જાણ થતાં સમાજનાં આગેવાનો મોટી સંખ્‍યામાં હોસ્‍પિટલ દોડી ગયા

અમરેલી, તા. ર

અમરેલીમાં મોબાઈલ શોપ ધરાવતાં વેપારી પોતાના પરિવાર સાથે આજે સવારે રામપર તોરી ગામે સામાજિક પ્રસંગમાં જતાં હતા ત્‍યારે ભંડારીયા ગામ પાસે કોઈ કારણોસર કારનાં સ્‍ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા કાર રોડ સાઈડમાં આવેલ લીંમડાનાં ઝાડ સાથે ધડાકાભેર અઠડાઈ જતાં કાર ચાલક યુવાન, તેમના પત્‍નિ તથા 8 માસનાં માસુમ બાળકને ગંભીર ઈજાઓ થતાં ત્રણેયનાં મોત નિપજતાં ભારે અરેરાટી ફેલાઈ જવા પામી હતી અને બનાવની જાણ થતાં લોકો અમરેલી સરકારી દવાખાને દોડી આવ્‍યા હતા.

આ બનાવમાં જાણવા       મળતી વિગત મુજબ અમરેલીમાં અને મોબાઈલ શોપ ધરાવતાં ગૌરાંગભાઈ મનસુખભાઈ કાનપરીયા, તેમના પત્‍નિ કનકબેન તથા 8 માસનો પુત્ર મિહીર આજે સવારે રામપર તોરી ગામે સામાજિક પ્રસંગમાં જતાં હતા ત્‍યારે અમરેલી-કુંકાવાવ માર્ગ ઉપર ભંડારીયા ગામ નજીક પોતાના હવાલાવાળી કાર નં. જી.જે.-14- એ.એ. 0808 ઉપરનો કાબુ ગુમાવી દેતા કારરોડની બાજુમાં રહેલ ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ પડતા આ કાર સવારમાં પતિ-પત્‍નિ અને બાળકને ગંભીર ઈજાઓ થતાં ત્રણેયનાં મૃત્‍યુ નિપજયા હતા.

આ બનાવની જાણ અમરેલી શહેરમાં થતાં મૃતકનાં પરિવારજનો, સગા-સંબંધી તથા વપારી મિત્રો અત્રેના સરકારી દવાખાને દોડી આવ્‍યા હતા.

error: Content is protected !!