સમાચાર

અમરેલીનાં આશાસ્‍પદ યુવકનું મૃત્‍યુ થતાં ચક્ષુદાન લેવાયું

સંવેદનગૃપનાં સેવાભાવીઓ દ્વારા

અમરેલીનાં આશાસ્‍પદ યુવકનું મૃત્‍યુ થતાં ચક્ષુદાન લેવાયું

અમરેલી, તા.ર

અમરેલીના ચકકરગઢ રોડે વસતા અને ખોડિયાર મોબાઈલ નામની દુકાન ચલાવતા વેપારી ગૌરાંગભાઈ મનસુખભાઈ કાનપરીયા વ્‍યવહારિક કામે પોતાની કારમાં સહ પરિવાર અમરેલીથી તોરી તરફ જઈ રહયા હતા ત્‍યારે નાના ભંડારીયા પાસે ગમખ્‍વાર અકસ્‍માત થયો હતો. અકસ્‍માત જોતા રાહદારીઓએ કાનપરીયા પરિવારને 108ની મદદથી અમરેલી સિવિલ હોસ્‍પિટલે પહોંચાડયો હતો. હોસ્‍પિટલના ડોકટરે તપાસ કરી ગૌરાંગભાઈ, તેમના ધર્મપત્‍ની કનકબેન તેમજ તેમનો આઠ માસનો માસૂમ પુત્ર મિહિરને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. તા.ર/1રના રોજ સવારે લગભગ 9 વાગ્‍યા આસપાસ કાર ઝાડ સાથે અથડાઈ અકસ્‍માત થતા પલભરમાં હસતો-ખીલતો પરિવાર મૂરઝાઈ ગયો હતો. તેમના પોસ્‍ટમોર્ટમ બાદ તેમના સ્‍વજનોની સહમતીથી નેત્રદાનનો નિર્ણય કરવામાં આવેલ અને તેઓએ અમરેલીસિવિલ હોસ્‍પિટલમાં ફરજ બજાવતા ડો. હરેશભાઈ યાદવ તથા સંજયભાઈ વણઝારાના માઘ્‍યમથી આઈ ડોનેશન એકિટવીટી કરતી સંસ્‍થા સંવેદન ગૃપનો સંપર્ક કર્યો હતો. આ નેત્રદાન સ્‍વીકારવા માટે સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી, મેહુલ વાઝા, ધર્મેન્‍દ્ર લલાડીયા સાથે ઈન્‍ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલભાઈ વ્‍યાસ સાથે મોહસીન બેલીમ, અર્પિત પરીખે સેવા આપી હતી. અમરેલીના કાનપરીયા પરિવારે આઘાતજનક ઘટના બાદ કપરી પરિસ્‍થિતિમાં સ્‍વ. ગૌરાંગભાઈ તથા તેમના પત્‍ની કનકબેનના ચક્ષુદાનનો નિર્ણય કરી માનવતા મહેંકાવતા સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડયું છે અને તેઓ દ્વારા કરવામાં આવેલ નેત્રદાન ચાર અંધજનોને જીવનમાં રોશની લાવશે. ચક્ષુદાન સમયે તેમના સ્‍વજનો રાહુલ પ્રવિણભાઈ હીરપરા, ચિત્રકુટ હોટલવાળા જયસુખભાઈ કયાડા, ડો. રામાણી તેમજ મોબાઈલ મર્ચન્‍ટ એસોસિએશનના મેમ્‍બર્સ હાર્દિક સેંજલીયા, દિપક ભાદાણી, સંજય લાલૈયા, બંટી પટેલ, હાર્દિક મંડિર, સતીષ રાદડીયા, નિખિલ સોઢા સહિતના મિત્રો ભીની આંખે હાજર રહયા હતા. તેમ સંવેદન ગૃપના મંત્રી મેહુલ વાઝાએ જણાવ્‍યું છે.

error: Content is protected !!