સમાચાર

કોરો ટાઢો રોટલો, ડુંગળી, મરચુ અને છાશ ખાઈને કરાશે આંદોલન

ડૂત હિત રક્ષક સમિતિ ગુરૂવારે સરકારને હલબલાવશે

કોરો ટાઢો રોટલો, ડુંગળી, મરચુ અને છાશ ખાઈને કરાશે આંદોલન

અતિવૃષ્‍ટિ, પાકવીમા,નીલગાય, ભુંડનો ત્રાસ, વીજળી, ટેકાનાં ભાવ સહિતનાં અનેક પ્રશ્‍નો વિકરાળ બન્‍યા

રાજુલાનાં આંગણે યોજાનારા કાર્યક્રમમાં ધારાસભ્‍ય ડેર પણ જોડાશે

અમરેલી, તા. ર

અમરેલી જિલ્‍લામાં ખેડૂતો આગામી ગુરૂવારે કોરો ટાઢો રોટલો, ડુંગળીનો દડો, તીખુ મરચુ અને ખાટી છાશ ખાઈને વિવિધ પ્રશ્‍નોનાં નિરાકરણ અર્થે સ્‍થાનિક ઉચ્‍ચ અધિકારીને આવેદનપત્ર પાઠવશે.

રાજુલાનાં કોંગી ધારાસભ્‍ય અંબરીશ ડેર, કિસા કોંગ્રેસનાં અઘ્‍યક્ષ પાલભાઈ આંબલીયાની આગેવાનીમાં રાજુલાનાં માર્કેટીંગયાર્ડ ખાતે સવારે 9 કલાકે ખેડૂત હિત રક્ષક સમિતિ ઘ્‍વારા નવતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. અતિવૃષ્‍ટિ, પાકવીમો, નીલગાય, જંગલી ભુંડ, વીજળી, પોષણક્ષમ ભાવો સહિતનાં અનેક પ્રશ્‍નોનું નિરાકરણ કરવાની માંગ સાથે સમગ્ર પંથકમાંથી મોટી સંખ્‍યામાં ખેડૂતો એકઠા થઈને તેમની માંગ સ્‍થાનિક અધિકારી મારફત રાજય સરકાર સુધી પહોંચાડશે.

error: Content is protected !!