સમાચાર

હેવાનિયતનો ભોગ બનેલ મહિલાને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

હૈદરાબાદ ખાતે મહિલા તબીબ સાથે કેટલાંક નરાધમો દ્વારા દુષ્‍કૃત્‍ય કરી અને હત્‍યા કરી નાંખવાના બનાવને લઈ દેશભરમાં લોકો રસ્‍તા ઉપર ઉતરી આવ્‍યા છે. તો બીજી તરફ ભોગ બનનાર મહિલા તબીબ સામે હેવાનિયત આચરનાર શખ્‍સોને કડક સજા થાય તે માટે માંગ થઈ રહી છે. આ અધમ કૃત્‍યને વખોડી આજે અમરેલી ખાતે વિશ્‍વ હિન્‍દુ પરિષદ, બજરંગ દળ, આંતરરાષ્‍ટ્રીય વિશ્‍વ હિન્‍દુ પરિષદ, જિલ્‍લા ભાજપ, શહેર ભાજપ તથા અખિલ ભારતીય પરિષદ દ્વારા ભોગ બનનાર મહિલા તબીબના આત્‍માને શાંતિ આપવા માટેનો એક કાર્યક્રમ અમરેલીના સિનિયર સિટીઝન પાર્ક ખાતે યોજવામાં આવ્‍યો હતો. જેમાં ભાજપના મહામંત્રી કૌશિક વેકરીયા,જિલ્‍લા ભાજપના આગેવાન મનિષ સંઘાણી, ડો. જી.જે. ગજેરા, સુરેશભાઈ શેખવા, પિન્‍ટુ કુરૂન્‍દલે, કિશનભાઈ શીલુ સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહી બે મિનિટ મૌન પાળી ભોગ બનનાર તબીબના આત્‍માના શાંતિ  મળે તે માટે થઈ મીણબતી પ્રગટાવી શ્રઘ્‍ધાંજલિ અર્પી હતી.

error: Content is protected !!