સમાચાર

અમરેલી તાલુકા પંચાયત કચેરીનું મકાન બિસ્‍માર

અમરેલીના તાલુકાનો જયાંથી વિકાસ થતો હોય છે તેવી

અમરેલી તાલુકા પંચાયત કચેરીનું મકાન બિસ્‍માર

કોંગી આગેવાનોએ મકાનનાં રીનોવેશનની કરી માંગ

અમરેલી, તા. ર

નેતાઓના ગઢ ગણાતા અમરેલી જિલ્‍લાની હાલત કફોડી જોવા મળી રહી છે. અમરેલી શહેરની તાલુકા પંચાયત કચેરી અતિ જર્જરીત છે તો અમરેલી તાલુકા પંચાયતના ર8 કર્મીઓના મહેકમ સામે ફકત 8 કર્મીઓથી ગાડુ ગબડાવાઇ રહયું હોય ત્‍યારે ખુદ શાસક પક્ષના તાલુકા પંચાયત પ્રમુખ સહીતના સભ્‍યોએ કર્મીઓની ભરતી મુદે્‌ ડીડીઓ કચેરી બહાર ધરણા કરી આવેદનપત્ર પાઠવ્‍યું હતુ.

જુનવાણી રાજાશાહી વખતની કચેરી હાલ અતિ બિસ્‍માર બની ગઇ છે છતા પરથી ચોમાસામાં પાણી ટપકે તો ઉપરના માળે જવામાં સીડી પણ તુટી ગઇ છે તો કરમની કઠણાઇ અમરેલી તાલુકાના ગામડાઓની એ છે કે ગામડેથી તાલુકા પંચાયત કચેરી ખાતે કામ અર્થે આવતા અરજદારોને જર્જરીત તાલુકા પંચાયતથી ડર અનુભવાઇ રહયોછે. તો સાથે તાલુકા પંચાયત કચેરીમાં મોટા ભાગની ખુરશીઓ ખાલીખમ છે.

ર8ના મહેકમ સામે ફકત 8 જ કર્મીઓ હોવાથી અરજદારોના કામ થતા ન હોવાનો અહેસાસ મોટા ભંડારીયાના સરપંચ યુસુફભાઇ જુનેઝા કરી                 રહયા છે.

અમરેલી તાલુકા પંચાયતમાં આવતા અરજદારોના એકપણ કામ ન થતા હોવાનો વસવસો ગામડામાંથી આવેલા સરપંચ વ્‍યકત કરી રહયા છે. તો મોટા ભાગે ઇન્‍ચાર્જ તાલુકા પંચાયતનું ગાડુ ગબડાવાઇ રહયું હોવાથી અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના સભ્‍યો અને નેતા વિપક્ષ પરેશભાઇ ધાનાણી, શરદભાઇ ધાનાણી સહિતના સભ્‍યો જિલ્‍લા પંચાયતની ડીડીઓ કચેરી બહાર ધરણા કર્યા હતા. બાદ ડીડીઓએ અંદર બોલાવીને આવેદનપત્ર સ્‍વીકાર્યુ હતુ.

અમરેલીની તાલુકા પંચાયત જ આખી જર્જરીત છે. તંત્રને કોંગ્રેસ સત્તાધીશોએ અવારનવાર રજુઆતો કરવા છતા તંત્ર બેઘ્‍યાન રહે છે ખુદ ડીડીઓ પણ ઇન્‍ચાર્જ હોય ત્‍યારે અમરેલી તાલુકા પંચાયતની જર્જરીત બિલ્‍ડીંગ અંગે પણ ઇન્‍ચાર્જ ડીડીઓ સંપૂર્ણપણે અજાણ હોવાનો સ્‍વીકાર કર્યો હતો સાથે કર્મીઓની ભરતી કરવાની ખાતરી ઇન્‍ચાર્જ ડીડીઓ ડોબરીયાએ આપેલ હતી.

error: Content is protected !!