સમાચાર

સાવરકુંડલાનાં સીમરણ ગામે એક મહિનાથી પાણીની રેલમછેલ : નાના ભૂલકાઓ પાણીમાં ચાલવા મજબૂર

સાવરકુંડલાનાં સીમરણ ગામે એક મહિનાથી પાણીની રેલમછેલ

પાની રે પાની : નાના ભૂલકાઓ પાણીમાં ચાલવા મજબૂર

મહિ-પરિએજ યોજનાની પાઈપ લાઈન લીકેજ હોવાથી મહિનાથી પાણીનો વેડફાટ થઈ રહૃાો છે

નિર્દોષ ભૂલકાઓને શાળાએ આવવા-જવા માટે પાણીમાંથી પસાર થવું પડે છે

અમરેલી, તા.ર

સાવરકુંડલાના સીમરણ ગામે એક મહિનાથી પાણીની રેલમછેલ હોવાથી નાના ભૂલકાઓ, ખેડૂતો અને ગામજનોને જાનના જોખમે પાણીના ધસમસતા પ્રવાહ વચ્‍ચે આવન-જાવન કરવું પડતું હોય તંત્ર આળસ ખંખેરે તેવી માંગ ઉભી થઈ રહી છે.

વિગત એવા પ્રકારની છે કે સીમરણ ગામેથી પસાર થતી મહિ-પરિએજ યોજનાની પાણીની પાઈપલાઈન એક મહિનાથી લીકેજ હોવાથી દરરોજ હજારો લિટર પાણી જાહેર માર્ગ પર ફરી વળે છે.

આથી, નિર્દોષ ભૂલકાઓને શાળાએ આવન-જાવનમાં પાણીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થવું પડી રહયું હોય કોઈ આકસ્‍મિક ઘટના બનશે તો જવાબદારી કોની ? તેવો વેધક પ્રશ્‍ન ઉપસ્‍થિત થઈ રહયો છે.

જવાબદાર વિભાગના અધિકારીઓએ સ્‍થળ પરીક્ષણ કરીને સમસ્‍યાનું નિરાકરણ કરે તેવી માંગ ઉભી થઈ રહી છે.

error: Content is protected !!