સમાચાર

અમરેલીથી વેરાવળ જતી ટ્રેનનાં એન્‍જિનમાં અચાનક આગલાગી

થોડીવારમાં આગ પર કાબુ મેળવાયો

અમરેલી, તા.ર

રવિવારે બપોરના સમયે અમરેલીથી વેરાવળ જતી મુસાફર ભરેલ ટ્રેનના એન્‍જિનમાં અચાનક આગ લાગતા અને ધુવાડા જોવા મળતા ટ્રેનને રસ્‍તા વચ્‍ચે થોભાવી દઈ ફાયર ફાઈટરને જાણ કરી ટ્રેનના એન્‍જિનમાં લાગેલ સામાન્‍ય આગને બુઝાવી દેવામાં આવી હતી. આ આગ વિકરાળ સ્‍વરૂપ ધારણ કરે તે પહેલા જ કાબુમાં આગને લઈ લેવાતા નુકસાની થવા પામી ન હતી પરંતુ આ ટ્રેનમાં મુસાફરોમાં અફડા-તફડી મચી જવા પામી હતી.

આ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ અમરેલીથી વેરાવળ તરફ જતી લોકલ પેસેન્‍જર ટ્રેન ગઈકાલે બપોરે રવાના થયા બાદ થોડે દૂર ગયા બાદ કોઈપણ કારણોસર આ પેસેન્‍જર ટ્રેનના એન્‍જિનમાં ધુમાડો જોવા મળતા અને એન્‍જિનના ચાલકે સમય સૂચકતા વાપરી ટ્રેનને થોભાવી અને તુરંત જ રેલ્‍વે વિભાગના અધિકારીઓને જાણ કરતા ફાયર ફાઈટર દોડી આવ્‍યા હતા અને આગને કાબુમાં લીધી હતી.

જો કે આ બનાવમાં રેલ્‍વે એન્‍જિનને કોઈ ખાસ નુકસાન થયેલ ન હોય, અર્ધા કલાક બાદ ટ્રેનને રવાના કરી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળેલ છે.

error: Content is protected !!