સમાચાર

સિંહોની સુરક્ષા માટે વનવિભાગની ગુનાહિત બેદરકારી

ચલાલા પંથકમાં સિંહોએ કરેલ મારણ વનવિભાગ હટાવી દે છે

સિંહોની સુરક્ષા માટે વનવિભાગની ગુનાહિત બેદરકારી

સિંહ, મારણ, સિંહ દર્શનાર્થીઓ સહિત સૌ કોઈ હોય પણ વનવિભાગ કયાંય હાજર ન હોય

અમરેલી, તા. ર

ચલાલા-ધારી-ખાંભા પંથકમાં રેવન્‍યુ વિસ્‍તારમાં છેલ્‍લા ઘણા સમયથી વસવાટ કરતાં રાની પશુઓએ હાહાકાર મચાવ્‍યો છે. ત્‍યારે ખેડૂતો, સીમમાં રહેતા ખેતમજૂરો, પશુપાલકો સહિત અબાલ, વૃઘ્‍ધ સૌ કોઈ ભયના ઓથાર તળે જીવી રહૃાા છે. ત્‍યારે સિંહ, દીપડા સહિતના રાની પશુઓ છાશવારે માનવ વસાહતમાં આવી લોકોને ગંભીર ઈજાઓ કર્યાના અનેક દાખલાઓ છે તેમજ માનવ વસાહતમાં સિંહો આવી ચડયાના ઘણા કિસ્‍સાઓ સોશીયલ મિડીયામાં વાયરલ થાય પછી પણ સરકાર કે સરકારી પ્રતિનિધિ કે વન વિભાગ ઘ્‍વારા કોઈ નકકર કામગીરી કર્યાની હકીકત કે આવા રાની પશુઓથી ત્રસ્‍ત વિસ્‍તારમાં કોઈપણ પ્રકારનું મોનીટરીંગ કે પેટ્રોલીંગ કે લોકો સાથે સંવાદ કે આવા ભયના ઓથાર નીચે જીવતા ગ્રામજનો, ખેડૂતો, ખેતમજૂરો, પશુપાલકોને સિંહોથી રક્ષણ આપવા બિલકુલ અસમર્થ હોય તેમ વરતાય રહૃાું છે. તેટલું જ નહી ઘણા કિસ્‍સામાં ઈશ્‍વરે સૌરાષ્‍ટ્રને આપેલ અમુલ્‍ય ભેટ અને આપણી ખમીરાતના પ્રતિકસમા સિંહોના અપમૃત્‍યુના અનેક કિસ્‍સાઓ બની ચુકયા છે. ત્‍યારે ઘણાં જ કિસ્‍સામાં નિર્દોષ માનવી પરસિંહોને મારવાના આક્ષેપો થાય છે.

ત્‍યારે ચલાલા પંથકના દરેક ગામડાના રેવન્‍યુ વિસ્‍તારમાં મોટી સંખ્‍યામાં સિંહોના અનેક નવજાત તથા મોટા બચ્‍ચાઓનો કાયમી વસાવટ થયો હોય તેમ આ વિસ્‍તારમાં સિંહ પોતાના જીવન નિર્વાહ તથા તેમના બચ્‍ચાઓના ઉછેર તથા તેમની ભુખ સંતોષવા ખેડૂતો તથા પશુપાલકોના દીકરા સમાન કિંમત પશુઓના મારણ કરે છે. ત્‍યારે રાનીપશુઓએ કરેલ મારણના સમાચાર મળતા સિંહ દર્શન કરવા લોકોની ભીડ જામી જાય છે. ત્‍યારે સિંહોને લોકો પરેશાન ન કરે અને લોકો પર હુમલો ન કરે માટે સિંહોએ કરેલ શિકાર ખુદ જંગલખાતા ઘ્‍વારા ઉપાડી લેતા સિંહોને ભુખ્‍યા રઝળપાટ કરી પોતાની ભુખ સંતોષવા વધુ મારણ કરવા પડે છે. તેથી જ સિંહોના મારણના કિસ્‍સાઓ વઘ્‍યા છે અને સિંહો પોતાએ કરેલ શિકાર ન મળતા વધુ હિંસક બની માનવ વસાહતમાં ઘુસી જાય છે અને લોકોને તથા ખેડૂતો તેમજ પશુપાલકોનાં કિંમતી પશુઓનો શિકાર કરેલ છે અને સમગ્ર પંથકમાં ધોળે દિવસે લોકો ઘરેથી નીકળવા પણ સો વાર વિચાર કરવો પડે છે. ત્‍યારે ખેતર-વાડીએ કે પશુ ચારવા જતા કે ખેતમજૂરી કરતા લોકો પર સતત ગંભીર ખતરો સેવાય રહૃાો છે. ત્‍યારે જો સિંહોએ કરેલ શિકાર અન્‍ય જગ્‍યાએ લઈ જવાના બદલે સિંહોને જંગલખાતાના જવાબદાર અધિકારઓ કે કર્મચારીઓ પોતાની દેખરેખનીચે સિંહોએ કરેલ મારણ તેને ભરપેટ ખાવા મળશે ત્‍યારે જંગલખાતાના મોનીટરીંગથી સિંહો તથા આ વિસ્‍તારના દરેક લોકો પરસ્‍પરી સલામતી જળવાઈ રહે અને સિંહો માનવભક્ષી બનતા કે વધુ મારણ કરતા કે માનવ વસાહતમાં આવતા અટકશે. તેમજ આ વિસ્‍તારના ખેડૂતો, ખેતમજૂરો, પશુપાલકો તથા સિંહો સહિત વન્‍ય પ્રાણીઓને સુરક્ષા કવચ પુરૂ પાડશે તેવી અખબારી યાદીમાં અશોકસિંહ તલાટીયા જણાવે છે.

error: Content is protected !!