Uncategorized સમાચાર

દિલીપ સંઘાણીએ ભાજપનાં અઘ્‍યક્ષ જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરી

અમરેલી જિલ્‍લા ભાજપના આગેવાન

દિલીપ સંઘાણીએ ભાજપનાં અઘ્‍યક્ષ જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરી

સહકારી પરિસંવાદની સફળતા બદલ પાઠવ્‍યા અભિનંદન

અમરેલી, તા.ર

રાષ્‍ટ્રિય-આંતરરાષ્‍ટ્રિય સહકારી પ્રવૃત્તિઓ અને ગ્રામીણ ક્ષેત્રમાં તેની ભૂમિકા સાથે ભારતીય જનતા પક્ષના રાષ્‍ટ્રિય કાર્યકારી અઘ્‍યક્ષ જે.પી. નડ્ડા અને મહામંત્રી ભૂપેન્‍દ્ર યાદવ સાથે દિલ્‍હી ખાતે ઇફકોના વાઇસ ચેરમેન, પૂર્વ કેબીનેટ મંત્રી દિલીપ સંઘાણીની શુભેચ્‍છા મૂલાકાત યોજાયેલ.

દેશના વિકાસ માટે સહકારી ક્ષેત્ર પણ એક મહત્‍વનું અંગ હોવાથી તેની પ્રવૃત્તિઓ અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં તેની અસરો બાબતે જાણકારીઓ મેળવવા સાથે બંને આગેવાનોએ તાજેતરમાં સહકારી સપ્‍તાહના સમાપન અવસરે અમરેલી ખાતે યોજાયેલ સહકાર પરિસંવાદની સફળતા બદલ સંઘાણીને અભિનંદન પાઠવ્‍યા હતા.

error: Content is protected !!