સમાચાર

અમરેલીની સિવિલ હોસ્‍પિટલની બગલમાં બેફામ ગંદકીથી દર્દીઓ પર જોખમ

સ્‍વચ્‍છતા અભિયાનનાં માહોલમાં સ્‍વચ્‍છતાનો જ અભાવ

લ્‍યો બોલો : અમરેલીની સિવિલ હોસ્‍પિટલની બગલમાં બેફામ ગંદકીથી દર્દીઓ પર જોખમ

સિવિલ સર્જને ચિફ ઓફિસરને પત્ર પાઠવ્‍યો

અમરેલી, તા.30

અમરેલી શહેરને ગંદકી સાથે ચોલી-દામન જેવો સંબંધજોવા મળી રહયો છે. શહેર અને ગંદકી અલગ થતાં નથી. સ્‍વચ્‍છતા અભિયાનના માહોલમાં પણ શહેરમાં સ્‍વચ્‍છતાનો અભાવ જોવા મળી રહયો છે.

અમરેલી જિલ્‍લાની સૌથી મોટી સરકારી સિવિલ હોસ્‍પિટલની બગલમાં જ બેફામ ગંદકી થતાં સિવિલ સર્જને ચિફ ઓફિસરને પત્ર પાઠવીને ગંદકી દૂર કરવાની માંગ કરી છે.

પત્રમાં જણાવેલ છે કે, સિવિલ હોસ્‍પિટલ અમરેલીના આગળના ભાગે ગંદકી થઈ ગયેલ છે. જેથી મચ્‍છર થવાથી લોકો બિમાર પડે છે. તેમજ હોસ્‍પિટલની છાપ ગંદકીના હિસાબે ખરાબ ઉભી થાય છે. જેથી આગળના ભાગની તાત્‍કાલિક સાફ સફાઈ કરાવી આપવા અંતમાં માંગ કરેલ છે.

error: Content is protected !!