સમાચાર

અમરેલીનાં વિદ્યાસભા સ્‍કૂલ કેમ્‍પસમાં સ્‍પોર્ટસ ડે ની ભવ્‍ય ઉજવણી

ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિતઅમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રાથમિક તથા માઘ્‍યમિક ગુજરાતી તથા અંગ્રેજી માઘ્‍યમ સંયુકત ઉપક્રમે આજે સ્‍પોર્ટસ ડે ની રંગચંગે ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાસભા કેમ્‍પસમાં સવારે 8 વાગ્‍યે સંસ્‍થાના વ્‍યવસ્‍થાપક હસમુખભાઈ પટેલ, આચાર્યો તથા શિક્ષકગણની ઉપસ્‍થિતિમાં વિવિધ રમતોની શરૂઆત કરવામાં આવી. જેમાં 100 મી., ર00 મી., 400 મી. દોડ, ગોળા ફેંક, રસ્‍સાખેંચ, કબડ્ડી, ખો-ખો જેવી વિવિધ રમતોમાં   શાળાના વિદ્યાર્થીઓએ પોતાનું કૌશલ્‍ય બતાવ્‍યું હતું. જેમાં 600 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને અન્‍ય 1ર00 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લેનાર ખેલાડીઓનો ઉત્‍સાહ વધાર્યો હતો. રમતો વિદ્યાર્થીઓમાં શારીરિક અને માનસિક શકિત ખીલવે છે. ખેલદિલી, શિસ્‍ત, સંગઠન વગેરે ગુણોનો વિકાસ કરવામાં રમતો ખૂબ જ અગત્‍યનો ભાગ ભજવે છે. વિદ્યાસભા બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રકારના આયોજન હંમેશા કરતું રહેશે ખૂબ જ ઉત્‍સાહભર્યા વાતાવરણમાં રમતોત્‍સવ સંપન્‍ન થયો હતો.

error: Content is protected !!