સમાચાર

રાજુલાના આરોગ્‍યકર્મીઓનું મોબાઇલ સ્‍વિચ ઓફ આંદોલન

વિવિધ પ્રશ્‍નોનું નિરાકરણ ન થતા

રાજુલાના આરોગ્‍યકર્મીઓનું મોબાઇલ સ્‍વિચ ઓફ આંદોલન

આરોગ્‍યને લગતી ઓનલાઇન કામગીરી ઠપ્‍પ

રાજુલા, તા.30

રસીકરણ, કુટુંબ કલ્‍યાણની આપેલ સેવાઓ તેમજ ચેપી અને બીનચેપી રોગોની સર્વેની અને આપેલ સેવાઓ, સગર્ભા બહેનોની નોંધણી તેમજ કેટલી પ્રસુતી થઇ, નવા જન્‍મેલા બાળકો તેમજ બાળકોને આપેલ રસીકરણ સેવાઓ સહીતની ઓનલાઇન કે ઓફલાઇન એન્‍ટ્રી જિલ્‍લા પંચાયતના આરોગ્‍ય કર્મચારીઓના વિરોધ કાર્યક્રમને પગલે પ્રથમ દિવસથી જ અટકી પડી.

કાર્યક્રમના ભાગરૂપે કર્મચારીઓએ ઓનલાઇન કે ઓફલાઇન કામગીરી કરશે નહિં જયાં સુધી પડતર પ્રરૂનોનું નિરાકરણ ન થાય ત્‍યાં સુધી અને આ પગલે આરોગ્‍ય કર્મચારીઓએ આપેલ ટેકો મોબાઇલ જમાં કરાવેલ છે. તેમજ ટેકીમાં કોઇપણ પ્રકારની કામગીરી થઇ શકશે નહિં. આ ઉપરાંત કર્મીઓ સરકારને દૈનિક, પખવાડીક, માસીક કે કોઇપણ પ્રકારના રીપોર્ટ કરવામાં નહિં આવે તેવી જાહેરાત થતા દોડધામ મચી છે.    સરકાર આરોગ્‍ય કર્મચારીઓના પ્રશ્‍નો નું નિરાકરણ નહિં લાવે તો ગુજરાત રાજય આરોગ્‍ય કર્મચારી મહાસંઘના આદેશથી તા. 9 ડિસેમ્‍બરના રોજ સામુહીક સી.એલ. મુકી જિલ્‍લા કક્ષાએ રેલી તેમજ 17મી ડિસે.ના રોજ ગાંધીનગર ખાતે આરોગ્‍ય કમિશ્‍નરની કચેરી સામે જલદ આંદોલનના કાર્યક્રમો આપવાની ચીમકી ઉચારવામાં આવી છે.

error: Content is protected !!