સમાચાર

અમરેલીખાતે રાષ્‍ટ્રીય બાળ સ્‍વાસ્‍થ્‍ય કાર્યક્રમનો પ્રારંભ

સમગ્ર ગુજરાત રાજયમાં તા.ર1 / 11થી શાળા આરોગ્‍ય રાષ્‍ટ્રીય બાળ સ્‍વાસ્‍થ્‍ય કાર્યક્રમનો શુભારંભ થયો છે. મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો. જયેશ પટેલની સૂચના તેમજ આર. સી. એચ. ઓ. ડો. આર. કે. જાટ તેમજ તાલુકા હેલ્‍થ ઓફિસર ડો. આર.કે. સિન્‍હાના માર્ગદર્શન તળે અમરેલી શહેરી વિસ્‍તારના અર્બન હેલ્‍થ સેન્‍ટર-રના વોર્ડ નં.- 1માં ત્રીજા દિવસના ભાગરૂપે આરોગ્‍ય વિભાગની અર્બન તથા આર.બી.એસ.કે. ટીમ તેમજ આઈસીડીએસ વિભાગના સંયુકત ભાગરૂપે મણીનગર તેમજ સાંઈનગર આંગણવાડી ખાતે પૌષ્‍ટિક વાનગી હરીફાઈ તેમજ દાદા-દાદી મિટીંગ યોજવામાં આવી હતી. જયાં વાલીઓને પૌષ્‍ટિક વાનગીનું બાળકોના વિકાસમાં મહત્‍વ, કુપોષણ અંગેની સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્‍લા નોડલ ડોકટર તુષાર કથીરીયા, ડો. કિશન ગોહેલ, ડો. ક્રિષ્‍નાબેન ખુંટ, ડો. કેયુરી કાચા, ફાર્માસિસ્‍ટ મૌલિકાબેન, એફએચ ડબલ્‍યુ અલ્‍પાબેન, નયનાબેન, માનસીબેન તેમજ આશા વંદનાબેન હરીયાણી અને આઈ સીડીએસ જાગુબેન, ધર્મિષ્ઠાબેને ભારે જહેમત ઉઠાવેલ હતી.

error: Content is protected !!