સમાચાર

ધારીનાં ગૌ-સેવક કિશોરભાઈ ગાયની સેવા માટે અર્ધીરાતે ઉઘાડાપગે દોડે છે

ગૌ-ભકિતની ગુલબાંગો નહીં ખરાઅર્થમાં ગૌ-ભકિત

ધારીનાં ગૌ-સેવક કિશોરભાઈ ગાયની સેવા માટે અર્ધીરાતે ઉઘાડાપગે દોડે છે

તમામ ગૌ-પ્રેમીઓએ આર્થિક મદદ કરવાની જરૂર છે

ધારી, તા. 30

ધારી શહેરના ઈસુબગઢ વિસ્‍તારમાં રહેતા કિશોરભાઈ કુંભાર આમ તો મૂંગા અબોલ પશુઓની સારવાર કરવા માટે જાણીતા છે. 108ની ગતિએ ખબર મળતાની સાથે જ ત્‍વરિત ગતિએ તાત્‍કાલિક પહોંચી જતાં કિશોરભાઈની સેવાકીય સદકાર્યોને નિહાળનાર લોકો તેમના વખાણ કરી રહેલ છે તે સ્‍વાભાવિક વાત છે. ગાય માતાની સાથો સાથ મૂંગા પશુઓ ધારી શહેરમાં કયાંય પણ લોકોને નજરે પડે કે તુરત જ કિશોરભાઈ કુંભારને લોકો જાણ કરી દે છે અને પશુઓની સારવાર કરીને સંતોષ અનુભવતા આ વડીલબંધુ તાત્‍કાલિક પહોંચીને યોગ્‍ય સારવાર આપી ધન્‍યતા અનુભવે છે. ત્‍યારે આજરોજ ધારી શહેરમાં કોઈ માણસાઈ વગરના માનવે મૂંગી ગાયમાતાને ઈજાઓ કરેલ હતી. ત્‍યારે મૂંગી ગાયની દશા જોઈને મુસ્‍તાક મહેતર નામના મુસ્‍લિમ યુવાને કિશોરભાઈનો સંપર્ક સાધેલ હતો અને આ ગાયમાતાને તાત્‍કાલિક પ્રાથમિક સારવાર અપાઈ હતી. ગૌપ્રેમી મુસ્‍તાક મહેતરે કિશોરભાઈની સેવાકીય પ્રવૃત્તિને બીરદાવેલી હતી. ત્‍યારે મૂંગી ગાયમાતા અને પશુઓની સારવાર અંગેના ખર્ચ અંગેની વાતચીત થયેલ હતો તે દરમિયાન થયેલ વાત પરથી કિશોરભાઈના અંતર આત્‍માની હૈયાવરાળ સાંભળવા મળેલ હતી. કારમી મોંઘવારીમાં પોતાનાપરિવારનું ભરણપોષણ કરી રહેલ કિશોરભાઈ નાનપણથી જ ગૌ-પ્રેમી છે અને મૂંગા માલઢોરની સારવાર માટે તેઓને જાણ થતાની સાથે જ પહોંચી જાય છે. ત્‍યારે મૂંગા પશુઓની સારવાર પોતાનો કિંમતી સમયનો ખર્ચ કરતા આ મહાશયને મૂંગા પશુઓને લગાડવામાં આવતી દવાઓ, પ્રવાહી તેલ, પાવડર, પાટાઓ અને અન્‍ય સામગ્રીની જરૂરીયાત રહેતી હોય તે સ્‍વાભાવિક વાત છે અને બીમારી વગરની ગાયઓ પગપાળા ચાલીને પોતાનું પેટ ભરવા ગમે ત્‍યાં જાય છે પરંતુ બીમાર અને અશકત ગાયઓ પોતાના દર્દને સાચવીને ભુખ વેઠી રહેલ છે. ત્‍યારે આ સમાચારને વાંચી રહેલા તમામ વાંચકો સત્‍ય હકીકત જાણીને અથવા તો ધારી શહેરના આપના પરીચીત સબંધીઓ પાસેથી વિગતો મેળવીને કિશોરભાઈ કુંભાર મો. નં. 99780 16પ41 સુધી મૂંગા પશુઓની સારવાર માટેની દવાઓ અને દવાઓ સબંધિત સામગ્રીની સાથો સાથ લીલો તેમજ સુકા ઘાસચારાની વ્‍યવસ્‍થા કરી આપવાની અપીલ કરવામાં આવે છે.

error: Content is protected !!