સમાચાર

ધારગણી ગામે મોડી રાત્રીનાં સિંહે ગામમાં ઘૂસી આવી પશુની પાછળ દોટ મૂકી

ચલાલા નજીક આવેલ ધારગણી ગામે મોડી રાત્રીનાં સિંહે ગામમાં ઘૂસી આવી પશુની પાછળ દોટ મૂકી

ત્રણેક દિવસ પહેલાનાં સીસીટીવીમાં થયો કેપચર

અમરેલી, તા.30

ગીરકાંઠાના ગ્રામ્‍ય વિસ્‍તાર તથા ગીર વિસ્‍તાર છોડી હવે વન્‍ય પશુઓ દૂર દૂર સુધી પહોંચી રહયા છે. ત્‍યારે ચલાલા નજીક આવેલ ધારગણી ગામે એક સિંહ ઘૂસી આવી ગામમાં રહેલ પશુઓ પાછળ દોટ મૂકી હોવાનો વિડીયો બજારમાં રહેલ એક સીસીટીવીના કેમેરામાં કેપચર થવા પામેલ છે. આ વિડીયો હવે સોશ્‍યલ મીડિયામાં જોવા મળી રહયો છે.

આ બનાવમાં ચલાલા નજીક આવેલ ધારગણી ગામે ગત તા.ર8ના વહેલી સવારે રઃ48 કલાકે ધારગણીગામનું ગૌધન પાછળ આ સિંહે દોટ મૂકતા આ ગાયોએ બજારમાં દોડભાગ મચાવી દીધી હતી. તો બીજી તરફ શ્‍વાન પણ સિંહને જોઈ ભસતા જોવા મળી રહયા છે. આ સિંહે એક ગાયનું મારણ કર્યાનું પણ જાણવા      મળી રહયું છે.

ત્‍યારે જંગલથી દૂર સુધી સિંહ, દીપડા જેવા રાની પશુઓ પહોંચી જતાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ભયનું લખલખુ પ્રસરી જવા પામેલ છે.

 

error: Content is protected !!