સમાચાર

આંબલીયાળા રેવન્‍યુ વિસ્‍તારમાંખુલ્‍લા કૂવામાં સિંહબાળ પડતાં બચાવી લેવાયું

વન વિભાગે સતત બે કલાક રેસ્‍કયુ કરી જસાધાર લઈ જવાયું

અમરેલી, તા.30

ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જનાં આંબલીયાળા રેવન્‍યુ વિસ્‍તારમાં આવેલ મંગાભાઈ જોગરાણાની વાડીના ખુલ્‍લા કૂવામાં એક દોઢ વર્ષનું સિંહબાળ પડી જતાં આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ ઘટના સ્‍થળે આવી પહોંચી સતત બે કલાક સુધી સિંહબાળને બચાવવા રેસ્‍કયુ ઓપરેશન કરી સિંહબાળને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. બાદમાં આ સિંહબાળનું વન વિભાગ જસાધાર એનીમલ કેર સેન્‍ટર ખાતે લઈ જવામાં આવ્‍યું હતું.

error: Content is protected !!