સમાચાર

બિનસચિવાલય કર્મચારીઓનીભરતી પ્રક્રિયામાં થયેલ ગેરરીતિનો વિરોધ કરાયો

ગૌણ પસંદગી સમિતિનાં ચેરમેનનાં મગજનું ઓપરેશન કરાયું

સાવરકુંડલા, તા. 30

બિન સચિવાલયની ભરતી પરીક્ષામાં ગેરરીતિ સબબ અમીત વ્‍હોરાનાં મગજનું ઓપરેશનનો કાર્યક્રમ કોંગ્રેસ ર્ેારા રાખવામાં આવતાં, કોંગ્રેસી કાર્યકરોની ધરપકડ કરવામાં આવેલ હતી, ત્‍યારબાદ છોડી દેવામાં આવેલ હતા.

તાજેતરમાં ગૌણ સેવા મંડળ ર્ેારા બિન સચિવાલયની ગંભીરતાની પરીક્ષામાં ભ્રષ્‍ટાચાર ચોરી વિગેરે પ્રકારની ગેરરીતિ થયાનાં બનાવો બનતા, તે અનુસંધાને ગૌણ સેવા મંડળનાં ચેરમેન અમીન વ્‍હોરાનાં મગજનાં ઓપરેશન કરવાનો એક કાર્યક્રમ શહેર કોંગ્રેસ સમિતિ ર્ેારા અત્રેનાં પશુ દવાખાનામાં રાખવામાં આવેલ હતો, તે કાર્યક્રમ અનુસંધાને શહેર કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ કીરીટભાઈ દવે નગરપાલિકાનાં પ્રમુખ વિપુલભાઈ ઉનાવા, મુકેશભાઈ જયાણી, ઈકબાલ ગોરી, હાર્દિક કાનાણી, હિતેષ સરૈયા, હસુ બગડા, ભરતભાઈ ગીડા, ભાવેશ બગડા, બિજલભાઈ બગડા, કેતન ખુમાણ, સાહીલ ચૌહાણ, અશોક ખુમાણ, રાજેશભાઈ  ફિરોજભાઈ ચૌહાણ, હિતેષ જયાણી, બાબુભાઈ કુબાવત, શાહીલ શેખ, હાર્દિક અઢીયા વિગેરે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવેલ હતી અને ત્‍યારબાદ છોડી મૂકવામાં આવેલ હતાં.

error: Content is protected !!