સમાચાર

અમરેલી જિલ્‍લાનાં પ્રાથમિક શિક્ષકો લાલઘુમ થયા

પેન્‍શન શરૂ કરવા, ભરતી પ્રક્રિયા સહિતનાં પ્રશ્‍ને રોષની આંધી

અમરેલી જિલ્‍લાનાં પ્રાથમિક શિક્ષકો લાલઘુમ થયા

આગામી ર7 ફેબ્રુઆરી સુધી જુદા-જુદા પ્રકારનાં આંદોલન કરવામાં આવશે

ખેડૂતો, વેપારીઓ, શ્રમજીવીઓ, વિદ્યાર્થીઓ અને હવે શિક્ષકો પણ આવ્‍યા મેદાનમાં

અમરેલી, તા. 30

અમરેલી જિલ્‍લાનાં દરેક તાલુકા મથકોએ આજે પ્રાથમિક શિક્ષકોએ વિવિધ પ્રશ્‍ને ધરણા અને આવેદનપત્ર પાઠવ્‍યા હતા.

આજે અમરેલી, કુંકાવાવ, જાફરાબાદ, બાબરા, સાવરકુંડલા સહિતનાં તાલુકા મથકોએ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના માર્ગદર્શન તળે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના બેનરતળે મોટી સંખ્‍યામાં શિક્ષકોએ આવેદનપત્ર પાઠવેલ હતા.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, જુની પેન્‍શન યોજના તાત્‍કાલિક ચાલું કરવી., છઠ્ઠા પગારપંચની સંપૂર્ણ અમલવારી તા. 1/1/16ની અસરથી સમગ્ર દેશનાં બધા શિક્ષકો માટે સમાનરૂપે લાગુ કરવી, દેશના બધા રાજયોના ફિકસ પગારી શિક્ષકો/ વિદ્યાસહાયકોને તા. 31/3/ર1 પહેલા સમાન વેતન આપવામાં આવે, નવી રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષકોને હાનિકર્તા બાબતો દુર કરવી, શિક્ષક લાયકા માટે લેવાતી પરીક્ષાઓ શિક્ષક કોર્ષ માટેની પરીક્ષાનું પૂર્વ આયોજન થાય તેમ કરવું. તેમ અંતમાં જણાવ્‍યું છે.

error: Content is protected !!