સમાચાર

અમરેલીનાં હર્ષ મુકેશભાઈ સંઘાણી રાષ્‍ટ્રીયકક્ષાની શિબિર માટે પસંદ થયા

વિદ્યાર્થીઓમા રહેલી કૌશલ્‍યક્ષમતાને વિકસાવવા અને નિખારવા યોજાતી શીબીરો અને સંવાદો વિદ્યાથીઓમા સર્જનાત્‍મક શકિતનુ સર્જન કરવામા સાર્થક નિવડે છે. તાજેતરમા અમદાવાદ મુકામે ગુજરાત વિદ્યાપીઠ ખાતે વિવિધ વિષયો આધારિત શિબીરનુ આયોજન નેશનલ ચિલ્‍ડ્રન સાયન્‍સ કોંગ્રેસ દ્રારા કરવામા આવેલ જેમા સમગ્ર રાજયની પ્રાથમીક-માઘ્‍યમીક શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ જેમા અમદાવાદ ખાતે સત્‍વવિકાસ સ્‍કૂલમા અભ્‍યાસ કરી રહેલ હર્ષ મુકેશભાઈ સંઘાણી રાષ્‍ટ્રિય કક્ષાએ પસંદગી પામતા વામનની વિરાટ સીઘ્‍ધીએ અમરેલીનુ ગૌરવ વધારેલ છે. હર્ષ સંઘાણી, જીમીત મોદી અને શગુન જૈન સહીતની ટીમ એ મંજુલા કુલશ્રેષ્ઠાના માગદર્શન તળે શ્રેષ્ઠતા પુરવાર કરી છે. હર્ષ સંઘાણી યોજાનાર રાષ્‍ટ્રિય શિબીરમા ગુજરાતનુ પ્રતિનિધિત્‍વ કરશે. સ્‍ટેટ શિબીરમા ઈકોસિસ્‍ટમ એન્‍ડ ઈકોસિસ્‍ટમ સર્વિસીઝ.  હેલ્‍થ, હાઈજિન એન્‍ડ સેનિટેશન. વેસ્‍ટ ટુ હેલ્‍થ. સોસાયટી, કલ્‍ચર એન્‍ડ લાઈવહુડ્‍સ તેમજ ટે્રડિશનલ નોલેજ સિસ્‍ટમ વિષયાધિન વિચારોનુ આદાન- પ્રદાન તેમજ દૈનિક જીવન જરૂરીયાત સામગ્રીઓનો સંગ્રહ અને સંભાળની પઘ્‍ધતિઓ, કૃષિ અને વિજ્ઞાન, રાષ્‍ટ્રભકિત વિગેરે બાબતોને આવરીલેતા વિચારો -સૂચનો રજુ કરવામા આવેલ. રાષ્‍ટ્રિય શિબીર માટે પસંદ થયેલા ટીમ હર્ષ સંઘાણીને તેમના સહાઘ્‍યાયી મીત્રો અને શુભેચ્‍છકોએ અભિનંદનપાઠવ્‍યાનુ જણાવાયેલ છે.

error: Content is protected !!