સમાચાર

બગસરામાં વાંઝા જ્ઞાતિ સમાજ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

બગસરા વાંઝા જ્ઞાતિ સમાજ દ્વારા નૂતનવર્ષે સ્‍નેહમિલન કાર્યક્રમ, વિદ્યાર્થી સન્‍માન સમારોહ તથા જ્ઞાતિ લેવલે અનેરી સિઘ્‍ધિ મેળવનાર વિદ્યાર્થીનું સન્‍માન સમારોહ આમ ત્રિવિધ કાર્યક્રમ સમાજના પ્રમુખ રશ્‍વિનભાઈ ડોડીઆના અઘ્‍યક્ષ સ્‍થાને યોજાયેલ. જેમાં ભીયાળ ટ્રસ્‍ટ મંદિરના પ્રમુખ ગોપાલભાઈ કોઠારી તેમજ ધર્મ પ્રચારક પ્રકાશભાઈ ગોહેલ સુરત તથા ગીરધરભાઈ મારડીયાની વિશિષ્‍ટ ઉપસ્‍થિતિ સાથે સમાજના વિશાળ સંખ્‍યામાં ભાઈ બહેનોની હાજરીમાં યોજાયેલ. બગસરા વાંઝા જ્ઞાતિ સમાજની દીકરી જાનવીબેન ખોરાસીયા ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ (સી.એ.)ની પરીક્ષામાં પાસ થતા તેમજ સંદેશ ન્‍યૂઝમાં એંકર દિવ્‍યાબેન ગઢીયાનું વિશિષ્‍ટ સન્‍માન કરવામાં આવેલ. સાથે સમાજના એલ.કે.જી.થી લઈ ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પુરસ્‍કાર તેમજ કોલેજ સહિત સ્‍નાતક ડિગ્રીમાં ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓને શિલ્‍ડ મોમેન્‍ટો દ્વારા જ્ઞાતિના આગેવાનોના વરદ હસ્‍તે સન્‍માનીત કરવામાં આવેલ. આ પ્રસંગે નવા વર્ષે સમાજના સ્‍નેહમિલનમાં શિક્ષણ સાથે સમાજની એકતા અને સંગઠનથી સમાજના વિકાસ માટે પ્રમુખ રશ્‍વિનભાઈ ડોડીઆએ નવા વર્ષની શુભકામના પાઠવેલ. ભીયાળ મંદિરના પ્રમુખ ગોપાલભાઈ કોઠારીએ વિદ્યાર્થીઓને અભિનંદન સાથે દરેક ક્ષેત્રમાં સમાજ આગળ વધે તેની શુભેચ્‍છા પાઠવેલ. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રદિપભાઈ ગઢીયા, વિનોદભાઈ જેઠવા, વિનુભાઈભરખડા, રમેશભાઈ ગોહેલે કરેલ તેમ શાંતિભાઈ ભરખડા તથા લલિતભાઈ ચુડાસમાની યાદી જણાવે છે.

error: Content is protected !!