સમાચાર

ભાજપ સરકારે ખેડૂતોને કરોડો રૂપિયાની સહાય કરી : આવકાર

જિલ્‍લા ભાજપનાં પ્રમુખ હિરેન હિરપરા અને મહામંત્રી રવુભાઈ દ્વારા આવકાર

ભાજપ સરકારે ખેડૂતોને કરોડો રૂપિયાની સહાય કરી

કમૌસમી વરસાદથી રાજયભરમાં ખેડૂતોને થયેલ નુકસાનીનું વળતર ચુકવાશે

અમરેલી, તા. ર3

ગુજરાતના રાજયમાં ચાલું વર્ષ પાછોતરા કમૌસમી વરસાદથી રાજયના ખેડૂતોને વ્‍યાપક નુકસાન થયેલ હતું. રાજયની ભાજપ સરકાર અને રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઈ પટેલ, કેન્‍દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલા, રાજયના કૃષિમંત્રી અને ખેડૂત નેતા આર.સી. ફળદુ સમક્ષ રાજયના ખેડૂતોની રજૂઆતો અને રાજયની સરકાર ખેતી, ખેડૂત અને ગામડાઓ વિકાસ માટે સતત પ્રયત્‍નશીલ છે. ત્‍યારે વિશેષ ખેડૂતલક્ષી પેકેજ જાહેર કરવા બદલ રાજયસરકારના નિર્ણયને આવકારી અમરેલી જીલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાએ રાજય સરકારને ખેડૂતો વતી અભિનંદન પાઠવ્‍યા છે.

ગુજરાત રાજયમાં આ વર્ષે લાંબા સમય સુધી સમગ્ર રાજયમાં છેલ્‍લા દાયકાઓમાં ન થયો હોય તેવો વરસાદ થયેલ છે. આ વરસાદને કારણે રાજયમાં ઘણા વિસ્‍તારોમાં ખેતીને ફાયદો પણ થયો છે અને કેટલાક વિસ્‍તારોમાં પાકને નુકસાન પણ થયું છે. આ અંગે ધારાસભ્‍યો, ખેડૂત આગેવાનો વગેરે ઘ્‍વારા જયાં જયાં ખેતીને નુકસાન થયું હોય ત્‍યાં ખેડૂતોને સહાય આપવા મુખ્‍યમંત્રી વિજય રૂપાણી અને કૃષિમંત્રી આર.સી. ફળદુ સમક્ષ રજૂઆતો કરવામાં આવેલી. રાજય સરકાર પણ આ પરિસ્‍થિતિથી સંપૂર્ણ વાકેફ હોઈ મુખ્‍યમંત્રી, નાયબ મુખ્‍યમંત્રી, કૃષિમંત્રી, મહેસુલ મંત્રી, શિક્ષણમંત્રી, ઉર્જામંત્રી કક્ષાએ વિગતવાર ચર્ચા પરામર્શ કરવામાં આવેલ અને મંત્રી મંડળની બેઠકમાં પણ મંત્રીઓએ આ અંગે વિગતવાર ચર્ચા કરેલ અને તા. 13/11/19ના રોજ પ્રથમ તબકકે રાજયના અસરગ્રસ્‍ત ખેડૂતોને રૂા. 700 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવેલ. તે જાહેરાત વખતે જ નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલ અને કૃષિમંત્રી આર.સી. ફળદુએ સ્‍પષ્‍ટતા કરી હતી કે કૃષિ વિભાગ ઘ્‍વારા વ્‍યાપક સર્વે કરવામાં આવી રહૃાો છે તેની વિગતો ઉપલબ્‍ધ થયેથી વધારાની મોટી રકમનું સહાય પેકેજ જાહેરકરવામાં આવશે તે વાત આજે ખેડૂતોના હિતમાં સાબિત થઈ છે.

મુખ્‍યમંત્રી વિજય રૂપાણીના અઘ્‍યક્ષ સ્‍થાને તા. ર1/11/19ના રોજ યોજાયેલ બેઠકમાં કૃષિ વિભાગ ઘ્‍વારા ખેતી નુકસાન અને પાક પરિસ્‍થિતિની સંપૂર્ણ વિગતો રજૂ કરવામાં આવેલ અને તેના પર વ્‍યાપક ચર્ચા કરી તા. 1પ/10/19થી ર0/11/19 સુધી થયેલ કમૌસમી વરસાદને ઘ્‍યાને લઈ રાજય સરકારે કુલ રૂા. 379પ કરોડની માતબર રકમનું રાહત પેકેજ મંજૂર કરેલ છે જે નીચે મુજબ છે.

એક ઈંચથી વધુ વરસાદ પડેલ રાજયના ર9 જિલ્‍લાના 1રપ તાલુકાના અંદાજીત 9416 ગામના અંદાજે ર8.61 લાખ ખેડૂત ખાતેદારોને એસ.ડી.આર.એફ.ના ધોરણ મુજબ હેકટર દીઠ રૂા. 6800 લેખે વધુમાં વધુ બે હેકટરની મર્યાદામાં અંદાજે રૂા. ર481 કરોડની સહાય અપાશે.

રાજયના ર3 જિલ્‍લાના અંદાજે 4ર તાલુકા એવા છે કે જયાં તાલુકા મથકે ઓછો વરસાદ નોંધાયો છે પરંતુ કૃષિ વિભાગના કલસ્‍ટરમાં મુકાયેલ ઓટોમેટીક વેધર સ્‍ટેશનના આંકડા મુજબ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયેલ છે. આ તાલુકાઓના અંદાજીત 1463 ગામના અંદાજીત 4.70 લાખ ખેડૂત ખાતેદારોને એસ.ડી.આર.એફ.ના ધોરણ મુજબ હેકટર દીઠ રૂા. 6800 લેખે વધુમાં વધુ બે હેકટરની મર્યાદામાં અંદાજીત રૂા. 39ર કરોડની સહાય ચુકવાશે અને આ તાલુકાના બાકી રહેતા અંદાજિત1676 ગામો કે જયાં એક ઈંચથી ઓછો વરસાદ પડેલ છે તેવા અંદાજીત પ.9પ લાખ ખેડૂત ખાતેદારોને ખાતા દીઠ રૂા. 4000 લેખે અંદાજીત રૂા. ર38 કરોડની સહાય અપાશે.

રાજયના ર1 જિલ્‍લાના બાકી રહેતા 81 તાલુકાના પ814 ગામોમાં પણ છુટાછવાયા કમૌસમી વરસાદથી નુકસાન થયેલ હોય, રાજય સરકારે ઉદારનીતિ અપનાવી આ 81 તાલુકાનાં અંદાજીત 17.10 લાખ ખેડૂત ખાતેદારોને ખાતા દીઠ રૂા. 4000 લેખે રૂા. 684 કરોડની સહાય અપાશે.

આમ રાજયના કુલ 33 જિલ્‍લાના ર48 ગ્રામ્‍ય તાલુકાઓના અંદાજીત 18369 ગામોના અંદાજીત પ6.36 લાખ ખેડૂત ખાતેદારોને રૂા. 379પ કરોડનું માતબર પેકેજ મંજૂર કરવામાં આવ્‍યું છે.

અત્રે ખાસ નોંધપાત્ર હકીકત એ છે કે ગુજરાત રાજયમાં રાજયની સ્‍થાપનાથી માંડી આજ સુધીમાં પ્રથમ વખત રાજયના બધા જ તાલુકાના બધા જ ખાતેદાર ખેડૂતોને રાજય સરકારે આર્થિક સહાય કરી હોય તેવું આ પ્રથમ સહાય પેકેજ છે.

કુલ રૂા. 379પ કરોડના આ સહાય પેકેજમાં એસડીઆરએફ અંતર્ગત રૂા. ર1પ4 કરોડ અને રાજયના બજેટમાંથી રૂા. 1641 કરોડ ચૂકવાશે. તેમ અમરેલી જીલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા અને જિલ્‍લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણે જણાવ્‍યું છે.

error: Content is protected !!