સમાચાર

સાવરકુંડલામાં કરોડો રૂપિયાનાં ખર્ચે બનેલ દવાખાનું બીમાર

પૂરતા પ્રમાણમાં તબીબો ન હોવાથી ગરીબ દર્દીઓ પરેશાન

સાવરકુંડલામાં કરોડો રૂપિયાનાં ખર્ચે બનેલ દવાખાનું બીમાર

ર લાખની જનતાનાં હિતમાં તાકીદે તબીબોની ખાલીજગ્‍યા ભરવા માંગ ઉભી થઈ રહી છે

અમરેલી, તા.ર3

સાવરકુંડલા ખાતે આવેલ કરોડ રૂપિયાના ખર્ચે સરકારી દવાખાનુ તો બનાવવામાં આવ્‍યું પરંતુ તેમાં તબીબોની ખાલી જગ્‍યા ભરવામાં ન આવતા મહાકાય મકાન શોભાના ગાંઠીયા સમાન બન્‍યું છે.

સાવરકુંડલા પંથકની બે લાખ ઉપરાંતની જનતામાં મોટાભાગની જનતા આર્થિક રીતે ગરીબ અથવા તો મઘ્‍યમવર્ગની આવતી હોય છે. અને ખાનગી દવાખાનામાં સારવાર લેવાનું ગરીબ અને મઘ્‍યમવર્ગીય પરિવારને પોસાતું ન હોય એકમાત્ર આધાર સરકારી દવાખાના પર હોય છે.

વિકાસની ગુલબાંગો ફેંકતા સતાધારી પક્ષના આગેવાનો માત્ર મકાન બનાવીને સંતોષ માની રહયા છે. દવાખાના માટે અત્‍યંત જરૂરી તબીબોની ખાલી જગ્‍યા ભરવામાં આવતી ન હોવાથી ગરીબ દર્દીઓને નાછૂટકે ખાનગી દવાખાનામાં જવું પડતું હોય ધારાસભ્‍ય અને સાંસદ આરોગ્‍ય મંત્રી સમક્ષ પરિણામલક્ષી રજૂઆત કરે તેવી માંગ યુવા અગ્રણી અરમાન ધાનાણીએ કરી છે.

error: Content is protected !!