સમાચાર

અમરેલીનાં એસ.ટી. ડેપોમાં બોંબ મુકાયો હોવાનાં અજાણ્‍યા ફોનથી અફડા-તફડી

વિઘ્‍નસંતોષીએ મુસાફરો અને તંત્રને દોડતુ કર્યુ

અમરેલીનાં એસ.ટી. ડેપોમાં બોંબ મુકાયો હોવાનાં અજાણ્‍યા ફોનથી અફડા-તફડી

પોલીસે ખુણે-ખુણો ચેક કરતાં કોઈ વાંધાજનક નહી મળતા હાશકારો

અમરેલી, તા. ર3

અમરેલી એસ.ટી. ડેપોનાં પુછપરછ વિભાગમાં કોઈ અજાણ્‍યા શખ્‍સે એસ.ટી. ડેપોમાં બોંબ મુકાયાનો ફોન કરતાં આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્‍થળે દોડ જઈ એસ.ટી. ડેપોનો ખુણ ખુણો ચેક કરતાં કોઈ વાંધાજનક નહી મળી આવતાં સૌ કોઈએ રાહતનો દમ લીધો હતો.

આ બનાવમાં જાણવા    મળતી વિગત મુજબ બપોરનાં સમયે કોઈ અજાણ્‍યા શખ્‍સે એસ.ટી. ડેપોનાં પુછપરછ વિભાગનાં લેન્‍ડલાઈન ફોન ઉપર ફોન કરી બસ સ્‍ટેન્‍ડમાં બોંબ મુકયો છે તેવી વાત કરતાં એસ.ટી. ડેપોનાં કર્મીએ આ અંગે પ્રથમ પોતાના ડેપો મેનેજરને વાકેફ કર્યા બાદ તુરંત જ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરવામાં આવતાં અમરેલી પોલીસ તુરંત જ હરકતમાં આવી ગઈ હતી.

અમરેલી એલસીબી, એસઓજી, ડોગ સ્‍કવોર્ડ તથા સીટી પોલીસ તુરંત અમરેલી એસ.ટી. ડેપોએ પહોંચી ગઈ હતી અને એસ.ટી. બસ ડેપોનો ખુણે ખુણો તથા તમામ બસ તથા લોકોને જીણવટભરી રીતે તપાસ હાથ ધરતાં અમરેલી એસ.ટી. ડેપોમાંથી કોઈ જ વાંધાજનક વસ્‍તુઓ નહી મળી આવતાં સૌ કોઈએ રાહતનો દમ લીધોહતો.

આ અજાણ્‍યા ઈસમે મહારાષ્‍ટ્રમાંથી ફોન કર્યો હોવાનું જાણવા મળેલ છે. અમરેલી પોલીસે આ ફોન કરનાર શખ્‍સનું લોકેશન મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.

બોંબ મુકયાની હકીકત સાવ ખોટી સાબિત થયા બાદ અમરેલી એસ.ટી. ડેપોમાં વાહન વ્‍યવહાર રાબેતા મુજબ શરૂ થઈ જવા પામ્‍યો હતો.

error: Content is protected !!