સમાચાર

નવા ઉજળા ખાતે યોજાયેલ ‘‘સેવાસેતુ” કાર્યક્રમ નિષ્‍ફળ

વહીવટીતંત્રનાં સરકારી બાબુઓ વચ્‍ચે સંકલનનાં અભાવથી

નવા ઉજળા ખાતે યોજાયેલ ‘‘સેવાસેતુ” કાર્યક્રમ નિષ્‍ફળ

મોટી સંખ્‍યામાં ગ્રામ્‍ય અરજદારો તેના રોજબરોજનાં કાર્યો નિપટાવવા આવ્‍યા અને નિરાશ થયા

કોંગી આગેવાનોએ ‘‘સેવાસેતુ” જેવા કાર્યક્રમો કરવાને બદલે રોજબરોજનાં કામો કરવા માર્મિક ટકોર કરી

કુંકાવાવ, તા. રર

કુંકાવાવ તાલુકામાં સરકારના સેવાસેતુ કાર્યક્રમ આજે નવા ઉજળા ખાતે યોજવામાં આવ્‍યો હતો. જેમાં અરજદારોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવા છતાં કામો થયા ન હતા. જેના કારણે અરજદારોમાં ભારે રોષ જોવા મળ્‍યો હતો. જયારે આવકના દાખલા, આધારકાર્ડ, રેશનકાર્ડ, જાતિ પ્રમાણપત્ર જેવા અનેક કામો માટે આસપાસના ગામડાનાં લોકો આ કાર્યક્રમમાં વગર લાગવગ કે પૈસા વગર કામ થઈ જશે તેવી આશાએ આવ્‍યા હતા. પણ સ્‍થળ ઉપર અંધાધુંધી જેવો માહોલ જોવા મળ્‍યો હતો. જેમાં ઓનલાઈન કામગીરી માટે સેવાસેતુ કાર્યક્રમમાંથી વડીયા જવા જણાવવામાં આવ્‍યું હતું. પણ વડીયા મામલતદાર કચેરીમાં જાણે આજે જાહેર રજા પડી હોય તેવું વર્તન અરજદારો સાથે કરવામાં આવ્‍યું હતું અને આજે તમામ કામો સેવાસેતુ કાર્યક્રમમાં જ થશે. જયારે સેવાસેતુમાંથી વડીયા મોકલવામાં આવ્‍યા હતા. જયારે વડીયા નવા આવેલા સ્‍ટાફ જાણે તમામ કામગીરી બંધકરીને અરજદારો સાથે ગેરવર્તન કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી. અને જસેવાની તમામ કામગીરી વડીયા ખાતે આજે બંધ જોવા મળી હતી. આમ નવા ઉજળા ખાતે અરજદારોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવા છતાં કામો થયા ન હતા. જયારે અધિકારી અને કર્મચારીઓનાં સંકલનના અભાવે અરજદારો આમથી તેમ ભટકી રહૃાા હતા અને કોઈ જવાબદાર અધિકારી કે આગેવાનો લોકોને સાચી માહિતી કે ડોકયુમેન્‍ટની જાણકારી આપતા ન હતા. જેના લીધે લાંબી લાઈનો લાગી હતી અને કનેકટીવીટી તેમજ અપુરતા સાધનો હવાથી કામગીરી ગોકળ ગાયની ગતિથી થઈ રહી હતી. જયારે લોકોને આવા સમયમાં સ્‍થળ પર જરૂરી દાખલા મળી રહે તે માટે સરકારના ઉમદા હેતુથી યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમ લોકોની મજાક સમાન બની રહેતા કોંગ્રેસનાં આગેવાનોએ આવા કાર્યક્રમોનો ફિયાસ્‍કો થઈ રહૃાાનું જણાવ્‍યું હતું.

error: Content is protected !!