સમાચાર

જાફરાબાદની સરકારી હોસ્‍પિટલમાં તબીબો સહિતનાં સ્‍ટાફની ખાલી જગ્‍યા ભરો

એક અઠવાડિયામાં યોગ્‍ય નહીં થાય તો આંદોલનની ચીમકી

જાફરાબાદની સરકારી હોસ્‍પિટલમાં તબીબો સહિતનાં સ્‍ટાફની ખાલી જગ્‍યા ભરો

શહેરીજનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું

જાફરાબાદ, તા.18

આજે જાફરાબાદમાં આવેલ સરકારી હોસ્‍પિટલમાં છેલ્‍લા ઘણા સમયથી કાયમી ડોકટર તેમજ સ્‍ટાફ ન હોય જાફરાબાદના તમામ જ્ઞાતિના આગેવાનો તેમજ વેપારી એસો. દ્વારા બહોળી સંખ્‍યામાં હાજર રહી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ. તેમાં જાફરાબાદ હોસ્‍પિટલમાં કાયમી ડોકટર, સ્‍ટાફ આગામી સોમવાર સુધીમાં નિમણૂંક કરવામાં નહીં આવે તો નાછુટકે ગાંધી ચિંઘ્‍યા માર્ગે તેમજ ગામબંધ રાખી અને દવાખાનાને તાળાબંધી કરવાનો ગામજનોએ નિર્ણય કરેલ છે. આ બાબતે સરકારે ગંભીર નોંધ લઈને તાત્‍કાલિક નિર્ણય લેવો        તેવી ગામજનોની લાગણી અને માંગણી છે.

આ આવેદનપત્ર આપવામાં દરેક જ્ઞાતિના આગેવાનો તેમજ વેપારી એસો.ના આગેવાનો અને ગામજનોએ બહોળી સંખ્‍યામાં હાજરી આપી સહકાર આપેલ.

error: Content is protected !!