બ્રેકીંગ ન્યુઝ

બગસરાનાં શાપર ગામની સીમમાંથી પોલીસે વિદેશીદારૂની 3696 બોટલ ઝડપી લીધી

ગાંધીનાં ગુજરાતમાં દારૂ આવે છે કેવી રીતે તે સમજાતું નથી

અધધ : બગસરાનાં શાપર ગામની સીમમાંથી પોલીસે વિદેશીદારૂની 3696 બોટલ ઝડપી લીધી

પોલીસે કુલ રૂપિયા રર લાખ ઉપરાંતનો મુદ્યામાલ કબ્‍જે કર્યો

અમરેલી, તા.14

બગસરા પોલીસને બાતમી મળેલ કે બગસરા તાલુકાના શાપર ગામે રહેતા રોહીતભાઈ વિનુભાઈ વેકરીયાની વાડીમાં કરણભાઈ નાગભાઈ વાળા મોટા જથ્‍થામાં પરપ્રાંતીય અંગ્રેજી દારૂનો ઉતારવાના હોય, આ બાતમીના આધારે આજે વહેલી સવારે પોલીસે શાપર ગામની સીમમાં આવેલ બનાવ જગ્‍યાએ દરોડો પાડી તપાસ હાથ ધરતા પોલીસને વાહન તથા ગોડાઉનમાંથી અલગ અલગ બ્રાંડનો વિદેશી દારૂની પેટી નંગ-308બોટલ નંગ-3696 કિંમત રૂા. 11,08,800 તથા કાર નંબર જી.જે. 0પ જે.એચ. 1466, છોટા હાથી નં. જી.જે. 14 ડબલ્‍યુ. 6603 તથા ટ્રેકટર નં. જી.જે. 14 એ.એ. પ6ર4 મળી કિંમત રૂા. 11 લાખ મળી કુલ રૂા. રર,08,800નો મુદામાલ કબ્‍જે કરેલ છે. જયારે બનાવના આરોપી હાજર નહીં મળી આવતા રોહીતભાઈ, કરણભાઈ તથા વાહન ચાલકો સામે ગુન્‍હો નોંધી આગળની તપાસ બગસરા પોલીસે હાથ        ધરેલ છે.

error: Content is protected !!