સમાચાર

અમરેલીની મેડિકલ કોલેજની શુભેચ્‍છા મુલાકાત લેતા પરેશ ગજેરા

જિલ્‍લાના પનોતાપુત્ર, કેળવણીકાર, સેવા રત્‍ન વસંતભાઈ ગજેરા દ્વારા સ્‍થાપિત શાંતાબા મેડિકલ કોલેજ એન્‍ડ સિવિલ હોસ્‍પિટલની ખોડલધામ પૂર્વ પ્રમુખ તથા સરદાર ધામ અમદાવાદના ઉપપ્રમુખ પરેશ ગજેરા, બિન અનામત આયોગના ચેરમેન હંસરાજભાઈ ગજેરા, દાસભાઈ ગજેરાએ મુલાકાત લઈને વસંતભાઈ ગજેરા દ્વારા આરંભાયેલ આરોગ્‍ય સેવા તથા તબીબી શિક્ષણની મુકતમને પ્રશંસા કરીને પ્રભાવિત થયા હતા અને પરેશ ગજેરાએ જણાવ્‍યું હતું કે આ સેવાકાર્ય માત્ર અમરેલી જિલ્‍લા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે પ્રેરણાસ્‍વરૂપ છે. આ તકે શાંતાબા મેડિકલ કોલેજ એન્‍ડ સિવિલ જનરલ હોસ્‍પિટલના પ્રમુખ વસંતભાઈ ગજેરાએ જણાવ્‍યું હતું કે વર્તમાન સમયે ઈન્‍ચાર્જ ઓફિસર ડો. શોભનાબેનના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્‍લાના છેવાડાના માનવીને તમામ પ્રકારની સારવાર મળી રહે તે માટે અમો સતત પ્રયત્‍નશીલ છીએ તથા હું જિલ્‍લાની જનતા તમામ રાજસ્‍વી રત્‍નો, વેપારીઓ, તમામ જ્ઞાતિના પ્રતિનિધિઓ, મીડિયા કર્મીઓ, વહીવટી તંત્રનો આભારી છું કે તેઓ બધાએ સાથે મળીને મારા આ સેવાયજ્ઞને આવકારી સહકાર આપ્‍યો.

error: Content is protected !!